ચૂંટણી પંચે 5મી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જાહેર કર્યુ છે. સોમવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં ચૂંટણી પંચે લખ્યું- 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મીડિયા સાંજે 6.30 વાગ્યા પછી એક્ઝિટ પોલ બતાવી શકે છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 70 વિધાનસભા બેઠકો માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.