2 ફેબ્રુઆરીની વહેલી સવારે ડાંગ જિલ્લાના સાપુતારાથી અઢી કિલોમીટર દૂર માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં 50 મુસાફર ભરેલી નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે 45 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં અને 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા હતા. ડાંગની હોસ્પિટલમાં દાખલ શાંતિબેન લોધા નામની મહિલાને વધુ સારવાર માટે 108 મારફતે સુરત લાવવામાં આવી રહ્યાં હતાં, પરંતુ સુરત પહોંચે તે પહેલાં જ મહિલાએ દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને છ થયો છે. હાલમાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ દાખલ છે, જ્યારે ડાંગની હોસ્પિટલમાંથી તમામ દર્દીને રજા આપી દેવામાં આવી છે. કઈ રીતે થયો અકસ્માત?
મધ્યપ્રદેશથી (ગુના, શિવપુરી અને અશોકનગર) ચાર ખાનગી લક્ઝરી બસો ધાર્મિક પ્રવાસે મહારાષ્ટ્રના નાસિક (ત્ર્યંબકેશ્વર)થી ગુજરાતના દ્વારકા યાત્રાધામ તરફ જઈ રહી હતી. વહેલી સવારે 4:30થી 5:00 વાગ્યા દરમિયાન બસ નંબર UP 92 AT 0364 આહવા તાલુકાના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસનો બુકડો બોલી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ, અંધારા અને તીવ્ર ઠંડીના કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ખીણમાં ખાબકી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બસનો ભુક્કો બોલી ગયો અને પ્રવાસીઓની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. પોલીસ અને બચાવ કાર્ય
દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પ્રશાસન, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 108 મારફત ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની શામગહાન સી.એચ.સી. ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ 25 જેટલા દર્દીઓને આહવા સિવિલ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. મૃતકોની ઓળખ અને હાલત
આ અકસ્માતમાં 3 પુરુષ અને 3 મહિલાનું મોત થયું છે. જ્યારે 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 21 મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે. મૃતકોનાં નામ હાલ સુરત સિવિલમાં 25 જેટલા દર્દીઓ દાખલ
સુરત આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલુ છે. જે દર્દીઓ ગંભીર નથી, તેમને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન, એક મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મહિલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. સુરત સિવિલમાં દાખલ દર્દીઓનું લિસ્ટ