back to top
Homeમનોરંજનઅમદાવાદમાં ભણેલી ચંદ્રિકાએ જીત્યો ગ્રેમી એવોર્ડ:એવોર્ડ મેળવનાર ભારતીય-અમેરિકી આર્ટિસ્ટ ચંદ્રિકાનું બિઝનેસ વર્લ્ડમાં...

અમદાવાદમાં ભણેલી ચંદ્રિકાએ જીત્યો ગ્રેમી એવોર્ડ:એવોર્ડ મેળવનાર ભારતીય-અમેરિકી આર્ટિસ્ટ ચંદ્રિકાનું બિઝનેસ વર્લ્ડમાં મોટું નામ, જાણો કોણ છે?

સંગીત ક્ષેત્રે ઓસ્કર સમાન ગ્રેમી એવોર્ડમાં બેયોન્સ 50 વર્ષમાં કન્ટ્રી મ્યુઝિક કેટેગરીમાં ગ્રેમી જીતનારી પ્રથમ બ્લેક વૂમેન બની છે. કલ્ચરલ આઈકોન ‘II મોસ્ટ વોન્ટેડ’ ગીત પર માઇલી સાયરસ સાથે બેસ્ટ કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પરફોર્મન્સ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો. તેની સાથે જ ભારતીય-અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડને પણ ગ્રેમી જીત્યો હતો. ભારતીય-અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડને પણ ગ્રેમી જીત્યો
બેયોન્સની સાથે ભારતીય-અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડને પણ ગ્રેમી જીત્યો હતો. ચંદ્રિકાએ ‘બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ’ માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ચંદ્રિકા ટંડન બિઝનેસ લીડર અને પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીની મોટી બહેન છે. ચંદ્રિકા ​​​​​​ટંડને તેના પાર્ટનર સાઉથ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાનીઝ સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે આ એવોર્ડ જીત્યો હતો. કોણ છે ચંદ્રિકા ટંડન, વેપાર જગતમાં જાણીતું નામ
71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ અમદાવાદમાં IIMમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. ચેન્નઈમાં એક પરંપરાગત અને રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના ઘરમાં જન્મેલા ચંદ્રિકાએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી શૈક્ષણિક અભ્યાસ અને બાદમાં અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમેરિકા સ્થાયી થયા હતાં. ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેની નાની બહેન ઇન્દ્રા નૂયી સંગીત સાથે બાળપણથી જ જોડાયેલા હતા. 1992માં, ચંદ્રિકાએ ટંડન કેપિટલ એસોસિએટ્સની રચના કરી. સિંગર હોવા ઉપરાંત, તે એક મ્યુઝિક કમ્પોઝર પણ છે. તેણે હિન્દુસ્તાની અને વેસ્ટર્ન સંગીતની તાલીમ લીધી છે. ‘ત્રિવેણી’ તેમનું છઠ્ઠું આલ્બમ છે. ગ્રેમીમાં પોતાની જીત સાથે, ચંદ્રિકાએ ભારતને ગર્વની લાગણી અપાવી છે. ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાંથી દિવંગત ઝાકિર હુસૈનને બાકાત કરવામાં આવ્યા
રવિવારે લોસ એન્જલસમાં આયોજિત ગ્રેમીની ઈવેન્ટમાં એક વિવાદ પણ સામે આવ્યો હતો. આ એવોર્ડમાં દિગ્ગજ તબલાવાદક ઝાકિર હુસૈનને ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાંથી નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. સંગીતકારોના સન્માન માટે સમર્પિત એવા સેગમેન્ટમાં ગયા વર્ષે અવસાન પામેલા દિગ્ગજ તબલાવાદકને ટ્રિબ્યુટ ન મળતા વિશ્વભરના ચાહકો અને સંગીત પ્રેમીઓ ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે અવગણના કરતી કેટલી પોસ્ટ્સ કરી હતી. લાઇવ ઇવેન્ટ દરમિયાન, ગ્રેમીમાં લિયામ પેને, ક્રિસ ક્રિસ્ટોફરસન, સિસી હ્યુસ્ટન, ટીટો જેક્સન, જો ચેમ્બર્સ, જેક જોન્સ, મેરી માર્ટિન, મેરિયાન ફેઇથફુલ, સેઇજી ઓઝાવા અને એલા જેનકિન્સ જેવા સંગીતકારોનું સન્માન કર્યું હતું. 11 નોમિનેશન સાથે ગ્રેમી એવોર્ડ્સમાં એન્ટ્રી
બેયોન્સે 11 નોમિનેશન સાથે 2025 ગ્રેમી એવોર્ડ્સમાં એન્ટ્રી કરી હતી. જેમાં ‘કાઉબોય કાર્ટર’ માટે આલ્બમ ઓફ ધ યર અને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો પણ સમાવેશ થાય છે. સિંગરના હિટ ગીત ‘ટેક્સાસ હોલ્ડ ‘એમ’ પણ સોંગ ઓફ ધ યર, રેકોર્ડ ઓફ ધ યર અને બેસ્ટ કન્ટ્રી સોંગ સહિત અનેક કેટેગરીમાં નોમિનેટ થયું હતું. ‘ખરેખર મને અપેક્ષા નહોતી’
સિંગર ટેલર સ્વિફ્ટ દ્વારા એવોર્ડ અપાયા બાદ બેયોન્સ સ્ટેજ પર કહ્યું કે – ‘મને ખરેખર અપેક્ષા નહોતી કે એવોર્ડ હું જીતીશ. હું ભગવાનનો આભાર માનું છું કે આટલા વર્ષો પછી પણ હું જે ઈચ્છું છું તે કરી શકું છું. હું આ આલ્બમમાં કામ કરનાર દરેકનો આભાર માનું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments