back to top
Homeગુજરાતરસોડામાં વપરાતાં સાધનોનું અનોખું મ્યુઝિયમ:USA સહિત પાંચ દેશોમાંથી લવાયાં ભાગ્યે જ જોવા...

રસોડામાં વપરાતાં સાધનોનું અનોખું મ્યુઝિયમ:USA સહિત પાંચ દેશોમાંથી લવાયાં ભાગ્યે જ જોવા મળતાં સાધનો અને વાસણો; અહીં વિદ્યાર્થીઓ કરે છે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ

આમ તો તમે વિવિધ ચીજ-વસ્તુનાં અનેક મ્યુઝિયમ જોયાં છે, પરંતુ ઘરના રસોડામાં વાપરતાં વાસણો-સાધનોનું ક્યારેય મ્યુઝિયમ નહીં જોયું હોય. વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષો જૂનાં વાસણો અને રસોઈમાં વપરાતા વિવિધ ઈક્વિપમેન્ટનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ શા માટે બનાવવામાં આવ્યું? આવા મ્યુઝિયમથી વિદ્યાર્થીઓને શું ફાયદો? શા માટે વિદેશનાં વર્ષો જૂનાં સાધનો અહીં મૂકવામાં આવ્યાં? આ તમામ સવાલોના જવાબ આ અહેવાલ વાંચતા જ આપને મળી જશે. આપણાં ઘરોમાં વર્ષો જૂનાં અને 60ના દાયકાનાં રસોડામાં ઉપયોગી વિવિઘ વાસણો અને સાધનો ભાગ્યેજ જોવા મળે છે. જેમાં ખાસ કરીને કોફી મેકર, નોનસ્ટિક વાસણો, ટોસ્ટર, રાઈસ મેકર જેવાં ઈક્વિપમેન્ટ ભાગ્યે જ જોવા મળતાં હોય છે. ત્યારે વિશ્વવિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીએ સ્ટુડન્ટ્સ માટે શરૂ કરેલા હોમ ઈક્વિપમેન્ટના કોર્સના ભાગરૂપે આ ઈક્વિપમેન્ટ અને વાસણોને ફેકલ્ટીમાં અમેરિકા, જર્મની, ચાઇના, સ્કોટલેન્ડ, જાપાન, શિકાગો જેવા દેશોમાંથી અભ્યાસ અર્થ અહીંયાં મૂકવામાં આવ્યાં છે. ઈન્ટિરિયર ડિઝાઈનિંગના વિદ્યાર્થીએ મ્યુઝિયમ તૈયાર કર્યું
એમ. એસ. યુનિવર્સિટીમાં વર્ષ 1962થી શરૂ થયેલા હોમ ઈક્વિપમેન્ટનો કોર્સ આજેપણ ફેકલ્ટીમાં ચાલી રહ્યો છે. જેનાં કારણે વર્ષોથી આજદિન સુધીમાં જેટલાં પણ વાસણો અને સાધનો લાવવામાં આવ્યાં છે તે માટે યોગ્ય જગ્યા હવે ફાળવવામાં આવી છે. જેથી હવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહેશે અને સીધા જ આ મ્યુઝિયમમાં આવી અભ્યાસ કરી શકશે. આ મ્યુઝિયમ ફેકલ્ટીના ઈન્ટિરિયર ડિઝાઈનિંગના વિદ્યાર્થી ગૌતમ સુથારે અધ્યાપક ડો. સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ ડિઝાઈન કર્યું છે. જેમાં માટીનાં વાસણોથી લઇ વર્તમાન સમયનાં તમામ પ્રકારનાં વાસણો અને ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ જોવા મળી રહ્યાં છે. વિદ્યાર્થીઓ 1962થી આ વિષયને ભણે છેઃ ડો. સરજૂ પટેલ
ડો. સરજૂ પટેલે જણાવ્યું હતું કે, અમારું ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સમાં વર્ષો પહેલાં શરૂ કરાયેલ હોમ ઈક્વિપમેન્ટનો કોર્સ વર્ષ 1962માં શરૂ કર્યો હતો. જેમાં ઇલેક્ટ્રિક અને નોન ઇલેક્ટ્રિક ઈક્વિપમેન્ટની જાણકારી અમે આપતા હતા. વિદ્યાર્થીઓએ 1962થી આ વિષયને ભણે છે અને અમે ત્યારથી આ સંગ્રહ કરવા લાગ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક હોય કે નોન ઇલેક્ટ્રિક હોય. વર્ષ 1962માં આ કોર્સ શરૂ થતો હતો ત્યારે ફોડ ફાઉન્ડેશન સાથે અમારું કોલોબ્રેશન હતું. સ્ટુડન્ટ સેક્શનમાં અને અમે ત્યાંથી ઘણાં બધાં સાધનો મંગાવ્યાં હતાં. ‘ઘણાી પ્રોડક્ટ USAથી મંગાવી’
વધુમાં જણાવ્યું હતું કે, મિક્સર એન્ડ બ્લેન્ડર, કોફી પર્કો લેટેર, વુડ કટિંગ ટૂલ્સ સાથે ઘણી બધી USAની પ્રોડક્ટ મંગાવી હતી, જ્યારે તે ઇન્ડિયામાં નહોતાં. આ સાથે ઇન્સેન્ટ ઈક્વિપમેન્ટ કે જેઓ પથ્થર, બ્રાસ, એલ્યુમિનિયમ, કોપર, પ્લાસ્ટ, નોન સ્ટિક સાથે ગ્લાસવેર આવ્યાં તેમ-તેમ અમે આ ખરીદતા ગયાં હતાં. પહેલાં અમે જેમ-જેમ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા, ત્યારે કબાટમાંથી કાઢી ભણાવતા હતા. વધુમાં કહ્યું કે, ત્યારબાદ સ્પેશિયેલાઈઝેશનના અભ્યાસ માટે કોર્સ આવ્યા ત્યારે અમે અન્ય કોર્સ લાવ્યા અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગના કોર્સના વિદ્યાર્થી દ્વારા આ ડિઝાઇન કરી એમને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જેથી અમે અહીંયાં અભ્યાસ માટે બાળકોને યોગ્ય રીતે અને સરળતાથી સમજાવી શકીએ છીએ. તમામ વાસણોનું ડિસ્પ્લે કરવામાં આવ્યુંઃ પ્રો. ઋતુ મોદી
આ કોર્સના વિદ્યાર્થીના ગાઈડ અને પ્રોફેસરે ઋતુ મોદીએ જણાવ્યું હતું કે, આ અભ્યાસક્રમ માટે અમારી પાસે ઓલરેડી આવાં વાસણો અને સાધનો હતાં. જેને અમે અહીંયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિની મદદથી ડિઝાઇન તૈયાર કરી અહીંયાં મ્યુઝિયમમાં મૂક્યાં છે. આ મ્યુઝિયમમાં જેટલાં પણ સાધનો અને વાસણો હતાં તેને અલગ-અલગ મટીરિયલ અનુસાર ડિસ્પ્લે કરાવીએ છીએ. જેમ કે, પહેલાંના સમયમાં કેવા વાસણો વાપરતાં હતાં. ત્યારબાદ કોપર, બ્રાસ, કોપર જર્મન, સિલ્વર વુડના, એલ્યુમિનિયમ, નોનસ્ટિક સાથે પથ્થરનાં વિવિઘ સાધનો અને વાસણો અહીંયાં મૂકવામાં આવ્યાં છે. અહીંયાં ઇલેક્ટ્રિક સાધનો જૂના સમયમાં કઈ રીતે વાપરતાં હતાં અને આજે કઈ રીતે, કેવાં સાધનો વપરાય છે તે તમામનું અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને શું ભણાવાય છે?
હોમ ઈક્વિપમેન્ટના કોર્સમાં સ્ટુડન્ટસને રસોડામાં ઉપયોગમાં લેતાં વાસણોની કાળજી કેવી રીતે રાખવી? તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શિખવાડવામાં આવે છે. હવે તો ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ પણ રસોડોમાં પ્રચલિત થયા છે. ત્યારે સમયાંતરે કોર્સમાં સુધારા-વધારા કરીને આ પ્રકારના ઈક્વિપમેન્ટને ઓપરેટ કેવી રીતે કરવા? તેનું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કયા પ્રકારનાં વાસણોમાં રસોઈ બનાવવાના કારણે શું નુકસાન થાય છે તેની પણ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રકારનો કોર્સ શરૂ કરનાર હોમસાયન્સ ફેકલ્ટી કદાચ પહેલી શૈક્ષણિક સંસ્થા હતી. આજે પણ હોમ ઈક્વિપમેન્ટ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ છે. કેવાં-કેવાં સાધનો અને વાસણો?
80 અને 90ના દાયકાના ટોસ્ટર, ઈલેક્ટ્રિક સગડી, જ્યૂસર, ગ્રાઈન્ડર, રસોઈ કરવા માટે વપરાતા પ્રાઈમસ, અલગ-અલગ પ્રકારનાં નોન સ્ટિક વાસણો, કાંસામાંથી બનેલા ટિફિન, ઘડા, પીવાના પાણીના ગ્લાસ, જગ, અનાજ દળવાની પથ્થરની ઘંટી તેમજ મસાલો પીસવા તથા ચટણી બનાવવા માટેના ખલબત્તા, રોટલી બનાવવા માટે અલગ-અલગ પ્રકારની લોઢી, રોટલી વણવા માટેની આડણીઓ, શાક સમારવા માટેના અલગ-અલગ પ્રકારનાં ચાકુ તેમજ જમવા માટે વપરાતી ચમચીઓ, પાણી ભરવા માટે અલગ-અલગ પ્રકારનાં માટલાં જેવા અનોખા અને વર્ષો જૂનાં વાસણો અહીંયાં મૂકવામાં આવ્યાં છે. કયા દેશનાં કયાં વાસણો અને સાધનો?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments