back to top
Homeમનોરંજન'ધીરેન્દ્ર શાસ્ત્રીની જેટલી ઉંમર છે, તેનાથી વધુ મારી તપસ્યા':મમતા કુલકર્ણીએ કર્યો ભસ્મ...

‘ધીરેન્દ્ર શાસ્ત્રીની જેટલી ઉંમર છે, તેનાથી વધુ મારી તપસ્યા’:મમતા કુલકર્ણીએ કર્યો ભસ્મ શ્રૃંગાર, બાબા રામદેવ માટે કહ્યું- મહાકાલ અને મહાકાળીથી ડરવું જોઈએ

મહાકુંભમાં મહામંડલેશ્વર બનાવાયા બાદ મમતા કુલકર્ણીની નવી તસવીર સામે આવી છે. જેમાં તેમણે ભસ્મ શ્રૃંગાર કર્યો છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડો.લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. 24 જાન્યુઆરીએ, મમતા કુલકર્ણીને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી દ્વારા કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને યોગ ગુરુ બાબા રામદેવ સહિત અનેક સંતોએ તેમનો વિરોધ કર્યો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે કહ્યું કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને મમતા કુલકર્ણીને અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મમતા કુલકર્ણીએ રવિવારે બાગેશ્વર ધામના ગાદીપતિ ધીરેન્દ્ર શાસ્ત્રીને વળતો પ્રહાર કરી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મેં ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉંમર કરતાં વધુ તપસ્યા કરી છે. ભસ્મ શ્રૃંગારના ફોટા બાગેશ્વર બાબા જે ભગવાનને સાબિત કરે છે તે ભગવાન સાથે હું રૂબરૂ થઈ છું
જ્યારે મમતાને મહામંડલેશ્વર બનાવવામાં આવી ત્યારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે-કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવમાં આવીને કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? જેંમને સંત કે સાધ્વીની લાગણી હોય તેમને જ આ પદવી આપવી જોઈએ. હવે એક ઈન્ટરવ્યૂમાં મમતા કુલકર્ણીએ કહ્યું કે- ધીરેન્દ્ર શાસ્ત્રી 25 વર્ષના છે. મેં તેની ઉંમર જેટલી તો તપસ્યા કરી છે. જેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને સિદ્ધિ કરીને રાખ્યા છે તે હનુમાનજી છે. આ 25 વર્ષની તપસ્યા દરમિયાન હું બે વખત તેમની સાથે રૂબરૂ થઈ છું. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને કહેવા માંગુ છું કે તેમના ગુરુ રામભદ્રાચાર્યને દિવ્ય દ્રષ્ટિ છે, તેમને પૂછો કે હું કોણ છું અને શાંતિથી બેસો. ‘બાબા રામદેવને મહાકાલ અને મહાકાળીનો ડર હોવો જોઈએ’
બાબા રામદેવના વિરોધ અંગેના સવાલ પર મમતા કુલકર્ણીએ કહ્યું કે હવે બાબા રામદેવને શું કહું? તેમને મહાકાલ અને મહાકાળીથી ડરવું જોઈએ. હું તેમને પોતાના પર છોડી દઉં છું. બાબા રામદેવે કહ્યું હતું કે કોઈ એક દિવસમાં સંતત્વ પ્રાપ્ત કરી શકતું નથી. તેના માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડે છે. આજકાલ હું જોઉં છું કે કોઈ પણ મહામંડલેશ્વરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ‘મારા બધા ખાતા સીઝ, મેં 2 લાખ રૂપિયા ઉછીના લઈ ગુરુદક્ષિણા આપી’
મહામંડલેશ્વર બનવા પર મમતા કુલકર્ણીએ કહ્યું- હું મહામંડલેશ્વર બનવા માગતી ન હતી. પરંતુ કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને આ કરવા માટે પ્રેરણા આપી. મમતા કુલકર્ણી પર મહામંડલેશ્વર બનવા માટે પૈસા આપવાનો પણ આરોપ હતો. આ આરોપ પર તેમણે કહ્યું કે મારી પાસે પૈસા જ નથી. મારા તમામ ખાતા સીઝ થઈ ગયા છે અને મેં 2 લાખ રૂપિયા ઉછીના લઈ ગુરુદક્ષિણા આપી છે. હવે વાંચો લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવવાનો વિવાદ
કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું- મેં લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને એક્ટ્રેસ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા. રાજદ્રોહના આરોપી મમતા મહામંડલેશ્વર બનાવવામાં આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેને મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? દાસે એમ પણ કહ્યું કે આ બિગ બોસ શો નથી જે કુંભ દરમિયાન એક મહિના સુધી ચલાવી શકાય. કિન્નર સમુદાયના ઉત્થાન અને ધર્મના પ્રચાર માટે મેં લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર બનાવ્યા હતા, પરંતુ તે ભટકી ગયા. આવી સ્થિતિમાં મારે પગલાં લેવા પડ્યા. મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ અજય દાસના દાવાને ફગાવી દીધો છે. તેણે કહ્યું- મને અખાડામાંથી બહાર ફેંકનારા તેઓ કોણ છે? 2017માં અજય દાસને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તે અંગત સ્વાર્થ માટે આવું કહી રહ્યા છે. અહીં અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે અમે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીની સાથે છીએ. કોણ છે અજય દાસ? અમે તેમને ઓળખતા નથી. કિન્નર અખાડામાં મમતાનો પટ્ટાભિષેક
24 જાન્યુઆરીએ કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. સંગમમાં સ્નાન કર્યા બાદ તેમનું પિંડ દાન કરવામાં આવ્યું હતું. આ પછી, સેક્ટર-16 સ્થિત કિન્નર અખાડામાં ભવ્ય પટ્ટાભિષેક સમારોહ યોજાયો હતો, તેનું નવું નામ શ્રીયામાઈ મમતા નંદ ગીરી રાખવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments