back to top
Homeદુનિયાટ્રમ્પે USAIDના અધિકારીઓને રજા પર મોકલ્યા:મસ્કે કહ્યું- આ એક અપરાધી સંગઠન, તેને...

ટ્રમ્પે USAIDના અધિકારીઓને રજા પર મોકલ્યા:મસ્કે કહ્યું- આ એક અપરાધી સંગઠન, તેને બંધ કરવાનો સમય આવી ગયો

US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના બે ટોચના અધિકારીઓ સહિત ઘણા કર્મચારીઓને શનિવારે મોડી રાત્રે (રવિવારે ભારતીય સમય અનુસાર) રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આમાં એજન્સીના ડિરેક્ટર જોન વૂરહીસ અને ડેપ્યુટી ડિરેક્ટર બ્રાયન મેકગિલનો સમાવેશ થાય છે. CNNના અહેવાલ મુજબ, આ અધિકારીઓ ઇલોન મસ્કના સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE)ના કર્મચારીઓને એજન્સીની સિસ્ટમ્સ સુધી પહોંચ આપવાનો ઇનકાર કરી રહ્યા હતા. DOGE કર્મચારીઓએ USAID હેડક્વાર્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બહાર રોકવામાં આવ્યા. કર્મચારીઓએ ધમકી આપી હતી કે જો સિસ્ટમમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો કાયદા અમલીકરણ માર્શલને બોલાવશે. DOGE કર્મચારીઓ USAIDની સુરક્ષા પ્રણાલીઓ અને કર્મચારીઓની ફાઇલોને એક્સેસ કરવા માગતા હતા. રિપોર્ટ અનુસાર આ ગુપ્ત માહિતી છે. આ ફક્ત તે જ જોઈ શકે છે જેમની પાસે પરવાનગી છે. જોકે બાદમાં તેઓ હેડક્વાર્ટરમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા. દાવો- ગુપ્ત સ્થળોએ પ્રવેશ કર્યો, નાગરિકની અંગત માહિતી મેળવી
CNNએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે DOGE કર્મચારીઓ સુરક્ષા મંજૂરી વિના USAIDની ગુપ્ત સાઇટ્સમાં પ્રવેશ્યા હતા અને નાગરિકોની ગુપ્ત માહિતી મેળવી હતી. DOGE માટે ટ્રમ્પની નિયુક્ત કેટી મિલરે પણ રવિવારે DOGE કર્મચારીઓની ઘૂસણખોરીની પુષ્ટિ કરી હતી. કેટીએ X પર પોસ્ટ કર્યું કે પરવાનગી વિના કોઈપણ વર્ગીકૃત સામગ્રીને એક્સેસ કરવામાં આવી નથી. બીજી બાજુ, મસ્કએ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, USAID એક ગુનાહિત સંસ્થા છે. આને રોકવાનો સમય આવી ગયો છે. USAIDની વેબસાઈટ, સોશિયલ મીડિયા બંધ USAIDની વેબસાઈટ શનિવારે જ બંધ થઈ ગઈ હતી. તેના બદલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર USAID પેજ ઉમેરવામાં આવ્યું છે. એજન્સીનું એક્સ એકાઉન્ટ પણ શનિવારે બંધ થઈ ગયું હતું. 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ ટ્રમ્પે વિદેશી દેશોને આપવામાં આવતી તમામ પ્રકારની મદદ પર 90 દિવસનો પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments