અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને ફરી દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેણે નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં, આરાધ્યાએ વિવિધ વેબસાઇટ્સ પર તેના સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી ખોટી અને ભ્રામક માહિતીને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવાની માગ કરી હતી. તે અરજી પર કોર્ટે ગુગલને નોટિસ મોકલી મોકલી છે. કોર્ટે ગુગલ સહિત અન્ય વેબસાઈટને નોટિસ મોકલી
પોતાની અરજીમાં, આરાધ્યાએ આ મામલે સંક્ષિપ્ત ચુકાદાની માગ કરી છે. આના જવાબમાં સોમવારે કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, ત્યારબાદ ગૂગલ સહિત અન્ય વેબસાઇટ્સને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં દલીલ કરવામાં આવી છે કે નકલી માહિતી અપલોડ કરનારાઓ કોર્ટમાં હાજર થયા નથી અને તેમનો બચાવનો અધિકાર પહેલાથી જ છીનવી લેવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 17 માર્ચ, 2025ના રોજ થશે. શું છે સમગ્ર મામલો?
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને તેના પિતા અભિષેક બચ્ચનની મદદથી એપ્રિલ 2023માં કોર્ટમાં કેસ દાખલ કર્યો. કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં, આરાધ્યાના ફેક વીડિયો અને માહિતી યુટ્યુબ પર વાઈરલ થવા અંગે ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે એક વચગાળાના આદેશ દ્વારા યુટ્યુબને આરાધ્યાના સ્વાસ્થ્ય અંગે નકલી વીડિયો અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે ગુગલને આ કેસ સાથે સંબંધિત વીડિયો તાત્કાલિક હટાવવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે- આ કેસોમાં યુટ્યુબની કેમ કોઈ પોલિસી નથી જસ્ટિસ સી હરિ શંકરે યૂટ્યૂબ વીડિયો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે- દરેક બાળકને સન્માનનો અધિકાર છે. કોર્ટે ગૂગલ અને તમામ યુટ્યુબ પ્લેટફોર્મને સમન્સ ઇસ્યુ કર્યું છે, જેણે આ અરજીમાં પક્ષકાર બનાવ્યા છે. ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક આરાધ્યા બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન ચાહકોના ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. તે ઘણીવાર તેની માતા ઐશ્વર્યા સાથે મુસાફરી કરતી અને કાર્યક્રમોમાં હાજરી આપતી જોવા મળે છે. 13 વર્ષની આરાધ્યા તેના મજેદાર સ્ટાઇલ અને હેરસ્ટાઇલ માટે પણ સમાચારમાં રહે છે. તેના ફોટા અને વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે.