back to top
Homeદુનિયાટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ 30 દિવસ માટે મુલતવી રાખ્યું:કહ્યું- પડોશી દેશ ડ્રગ્સનો...

ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ 30 દિવસ માટે મુલતવી રાખ્યું:કહ્યું- પડોશી દેશ ડ્રગ્સનો સપ્લાય રોકવા માટે 10 હજાર સૈનિકો સરહદ પર મોકલશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પરના ટેરિફને એક મહિના માટે મુલતવી રાખ્યું છે. તેમણે સોમવારે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કેનેડાની સાથે મેક્સિકો પર 25% ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમણે મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે વાત કરી છે. આ વાતચીત ખૂબ જ સારી હતી. તે અમેરિકામાં ગેરકાયદેસર ડ્રગ્સનો સપ્લાય રોકવા માટે US-મેક્સિકો બોર્ડર પર તાત્કાલિક 10,000 સૈનિકો તૈનાત કરવા સંમત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે મેક્સીકન રાષ્ટ્રપતિ સાથે વાત કરતા પહેલા તેમણે કેનેડાના પીએમ સાથે વાત કરી હતી. હવે થોડા સમય બાદ તેઓ ફરીથી ટ્રુડો સાથે વાત કરશે. તેમણે ટ્રુડો પર અમેરિકન બેંકો ખોલવા કે કેનેડામાં બિઝનેસ કરવાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો. મેક્સિકન રાષ્ટ્રપતિએ ટ્રમ્પના નિર્ણયને મોકૂફ રાખવાની જીત ગણાવી
મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે પ્રેસ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. જ્યારે શેનબૌમ પ્રેસ બ્રીફને સંબોધવા પહોંચ્યા ત્યારે તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ત્યાં હાજર લોકોને પૂછ્યું કે શું તેઓએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ છે? ટ્રમ્પ ટેરિફ મુલતવી રાખવા સંમત થયા છે. તેમણે ટ્રમ્પના નિર્ણયને પલટાવવાને મેક્સિકોની જીત ગણાવી હતી. શેનબૌમે અમેરિકાને શસ્ત્રોના પુરવઠાને નિયંત્રિત કરવા કહ્યું
શેનબૌમે કહ્યું કે ટ્રમ્પ સાથે તેમની વાતચીત 35થી 40 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે અમેરિકાથી મેક્સિકોમાં ખતરનાક હથિયારોની સપ્લાય અંગે ફરિયાદ કરી હતી. શેનબૌમે કહ્યું કે આ હથિયારો અપરાધી જૂથોના હાથમાં આવી ગયા છે, જેના કારણે તેમની શક્તિ વધી છે. શેનબૌમે કહ્યું કે તે ઇચ્છે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આવા હથિયારોનો પુરવઠો રોકવા માટે કામ કરે. ટ્રમ્પ આ માટે સંમત થયા હતા. શિનબૌમે કહ્યું- ટ્રમ્પ ઈચ્છે છે કે મેક્સિકો સાથે અમેરિકાની વેપાર ખાધ ઓછી થાય. મેં તેમને કહ્યું કે તે ખરેખર નુકશાન નથી. અમે વ્યાપારી ભાગીદારો છીએ. તેના પર ટ્રમ્પે કહ્યું કે ચીન અને અન્ય દેશો સાથે સ્પર્ધા ચાલુ રાખવા માટે ટેરિફ લગાવવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments