રાજકોટ RTO ખાતે 4 ફેબ્રુઆરીના 8.30થી 1 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. PGVCL દ્વારા વિજ કાપ જાહેર કરવામાં આવેલો છે. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવશે. જેથી સવારના 200 જેટલા વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી નહીં શકે. જોકે, તેઓની ડ્રાઇવિંગ ટેસ્ટ બપોર બાદ અથવા તો કાલે સવારના લેવામાં આવશે. ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવામાં આવે છે કે, આર.ટી.ઓ રાજકોટ ખાતે તા. 4 ફેબ્રુઆરીના રોજ સવારે 7થી 12ના સમયગાળા દરમિયાન પી.જી.વી.સી.એલ. દ્વારા 11 કે.વી. ફિડરોમાં મરામત તથા નવા લાઇન કામની કામગીરી કરવાની થતી હોય ફિડરનો વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી આર.ટી.ઓ. કચેરી ખાતે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. બપોરના 12 કલાકથી 17 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપવાની રહેશે
જેથી તા.4 ફેબ્રુઆરીના રોજ જે અરજદારોએ 8.30 કલાકથી 13 કલાક સુધીની અપોઇન્ટમેન્ટ લીધેલ છે તેઓએ આર.ટી.ઓ. ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બપોરના 12 કલાકથી 17 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપવા માટે આવવાનું રહેશે તેમજ જે અરજદારોએ તા. 4 ફેબ્રુઆરીના રોજ 15 કલાકથી 20 કલાક દરમિયાનની અપોઇન્ટમેન્ટ લીધી છે તેઓએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 18 કલાકથી 21 કલાક સુધીમાં ટેસ્ટ આપવા માટે આર.ટી.ઓ. ખાતે આવવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.