કલોલ શહેરમાં આવેલા શંખેશ્વર મહાતીર્થની જી.ગો. પેઢી હસ્તકના ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરની 117મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્ય આકર્ષણ ધ્વજારોહણનો લાભ ચીમનલાલ ભાઈચંદ જસાણી પરિવારે લીધો હતો. દિવસ દરમિયાન યોજાયેલી પ્રભાવના અને ઇનામી ડ્રોનો લાભ ઈદુમતીબેન સેવંતીલાલ મણિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ દેરાસરના નિર્માણકર્તા શેઠ જમનાભાઈ ભગુભાઈ પરિવાર અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ કલોલ સહિત અનેક ભાગ્યશાળીઓએ લીધો હતો. કાર્યક્રમમાં અમદાવાદથી કલ્પિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉજવણીમાં કલોલના જૈન સમાજના ભાઈઓ-બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પેઢીના પ્રતિનિધિ વિજય સેવંતીલાલ શાહે કાર્યક્રમને સફળ બનાવવા તન-મન-ધનથી સહયોગ આપનાર તમામ ભાગ્યશાળીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.