back to top
Homeગુજરાતઆજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ:રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571...

આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ:રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા, 50 અમાન્ય 521 માન્ય, આજે સાંજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી અને ઉપલેટા સહીત કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને આ માટે કુલ 168 બેઠક પર 571 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 50 ફોર્મ અમાન્ય થતા કુલ 521 ફોર્મ માન્ય રહ્યા છે અને હવે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે પછી ત્યારબાદ આગામી તા.16 ફેબ્રુઆરીએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા અને 18 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 168 બેઠકો પર 571 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાનની 168 બેઠકો પર 571 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી 50 ફોર્મ અમાન્ય થતા કુલ 521 ફોર્મ માન્ય રખાયા છે. જેમાં જસદણ નગરપાલિકાની 28 બેઠક પર 71 , જેતપુર નવાગઢ નગરપાલિકાની 44 બેઠક પર 161, ધોરાજી નગરપાલિકાની 36 બેઠક પર 114, ભાયાવદર નગરપાલિકાની 24 બેઠક પર 70, અને ઉપલેટા નગરપાલિકાની 36 બેઠક પર 105 ફોર્મ માન્ય રહ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આ માટે આજે સાંજ સુધીમાં બધી જ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 6 બેઠક પર 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ ઉપરાંત તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે 6 બેઠક પર 18 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં પણ 6 ફોર્મ અમાન્ય થતા હવે 12 ફોર્મ માન્ય રહ્યા છે. ગોંડલની સુલતાનપુર બેઠક પર 2, ઉપલેટાની ડુમિયાણા બેઠક પર 2, ઉપલેટાની પાનેલી બેઠક પર 2, જસદણની આંબરડી બેઠક પર 2, જસદણની ભાડલાની બેઠક 2, એમ કુલ 6 બેઠક પર 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મની ચકાસણી પૂર્ણ થતા આજે ફોર્મ પરત ખેંચવા છેલ્લી તારીખ હોવાથી સંભવત તાલુકા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે આ માટે 44 મતદાન બુથો ઉપર મતદાનની પ્રક્રિયા થશે. જયારે જેતપુર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 118 મતદાન બુથો તૈયાર કરાશે. તથા ધોરાજી પાલિકાના 9 વોર્ડની 36 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 85 મતદાન બુથો તૈયાર કરાશે. તેમજ ભાયાવદર પાલિકાના 6 વોર્ડની 24 બેઠકની ચૂંટણી યોજાશે અને આ માટે 21 બુથો તૈયાર કરાશે અને ઉપલેટા પાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણી યોજાશે આ માટે 26 મતદાન બુથો પર મતદાનની પ્રક્રિયા થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments