મમતા કુલકર્ણીએ પોતાના જૂના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. જેમાં તેમણે કહ્યું હતું કે રેખા અને શ્રીદેવી તો કોસ્મેટિક બ્યૂટી છે, અસલી બ્યૂટી મારી પાસે છે. મમતા કુલકર્ણીએ શ્રીદેવી-રેખા વિશે વાત કરી
મમતા કુલકર્ણીએ તાજેતરમાં રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં ભાગ લીધો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શ્રીદેવી અને રેખા અંગે પ્રકાશિત થયેલા તેમના નિવેદન વિશે તેમનું શું કહેવું છે? આ પ્રશ્નના જવાબમાં મમતાએ કહ્યું- આ બિલકુલ ખોટું છે. તે સમયે સ્ટારડસ્ટ-સિનેબ્લિટ્ઝ નામનું એક મેગેઝિન હતું. તે સમયમાં ઘણા વિવાદો થયા હતા. મેં રેખાને ફોન કરીને સ્પષ્ટતા કરી હતી- મમતા
મમતા કુલકર્ણીએ યાદ કરતાં કહ્યું, “તે સમયે સિને બ્લિટ્ઝ નામનું મેગેઝિન પ્રકાશિત થતું હતું. એક પત્રકાર હતા જેનું નામ હું લેવા માગતી નથી. તેની તે એક્ટ્રેસ સાથે બનતી નહોતી. જ્યારે તે સીધું લખી નહોતા શકતા, એટલે તેમણે લખ્યું કે મમતાએ કહ્યું કે રેખા એક ખરાબ એક્ટ્રેસ છે. આ પછી, મેં ફટાફટ રેખાજીને ફોન કર્યો અને કહ્યું કે રેખાજી, મારો ઇન્ટરવ્યુ 5 દિવસ પછી સિને બ્લિટ્ઝમાં પ્રકાશિત થવાનો છે અને તેમાં જે કંઈ લખ્યું છે, મેં એવું કહ્યું નથી. મહામંડલેશ્વર તરીકે ચર્ચામાં આવી, હવે વિવાદમાં
મમતા કુલકર્ણી વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને હવે સંતની જેમ જીવી રહી છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે મમતા કુલકર્ણીની નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. જે બાદ તેમનું મહામંડલેશ્વરનું બિરુદ પાછું લેવામાં આવ્યું. 2016 માં ડ્રગ્સની દાણચોરીમાં નામ સામે આવ્યું
બાબા રામદેવ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને અન્ય સંતોએ પણ મમતાને આટલું મોટું બિરુદ આપવાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત 2016માં ડ્રગ્સ દાણચોરીમાં મમતા કુલકર્ણીનું નામ સામે આવ્યું હતું. જોકે, હવે તેમને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.