સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાનો કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલો હોય તેવું લાગે છે. શોના એક કન્ટેસ્ટન્ટ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી અંગે FIR દાખલ કરવામાં આવી છે. ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ એક ફેમસ શો છે જે યૂટ્યુબ પર સ્ટ્રીમ થાય છે. ‘અરુણાચલ પ્રદેશના લોકો ડોગ મીટ ખાય છે’
આ શોમાં, અરુણાચલ પ્રદેશની રહેવાસી જેસી નાબામે તેમના રાજ્યના ફૂડ હેબિટને લઈ કોમેન્ટ કરી હતી. ‘મેમ્બર્સ ઓન્લી’ એપિસોડ દરમિયાન, સમય રૈનાએ તેમને પૂછ્યું કે શું તેમણે ક્યારેય ડોગ મીટ ખાધું છે. આ પ્રશ્નના જવાબમાં જેસી કહે છે, ‘અરુણાચલ પ્રદેશના લોકો ડોગ મીંટ ખાય છે, પણ મેં ક્યારેય સ્વાદ નથી ચાખ્યો.’ પોતાની વાત આગળ વધારતા, જેસી કહે છે કે મને ખબર છે કારણ કે મારા મિત્રો તે ખાય છે. તેઓ ક્યારેક તેમના પાલતુ પ્રાણીઓને પણ ખાઈ જાય છે. આ સાંભળીને, સમય આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે શોના બીજા જજ, બલરાજ કહે છે કે તમે ફક્ત આ કહેવા ખાતર કહી રહ્યા છો ને? પછી જેસી કહે છે કે ના,ના હું સાચું કહી રહી છું. FIRમાં તાત્કાલિક કાર્યવાહીની માગ
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી FIRની નકલ દર્શાવે છે કે કેસ 31 જાન્યુઆરીએ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદ અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાના રહેવાસી અરમાન રામ વેલી બખા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ FIR ઇટાનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સંબોધીને લખાયેલી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે જેસીએ અરુણાચલ પ્રદેશના લોકો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ કેસમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ જેસી જેવું વર્તન ન કરે. આ શોને પ્રતિ એપિસોડ સરેરાશ 20 મિલિયન વ્યૂઝ મળે છે
સમય રૈનાનો આ શો તેની ડાર્ક કોમેડી કારણે હેડલાઇન્સમાં રહે છે. આ શોને યુટ્યુબ પર પ્રતિ એપિસોડ સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. સમય અને બલરાજ ઘાઈ સિવાય આ શોના જ્જ દરેક એપિસોડમાં બદલાતા રહે છે. દરેક એપિસોડમાં એક નવા કન્ટેસ્ટન્ટ પરફોર્મ કરે છે. કન્ટેસ્ટન્ટને તેની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે. આ શો તેની ડાર્ક કોમેડી અને કન્ટેસ્ટન્ટ અને જ્જની મસ્તી માટે વાઈરલ રહે છે.