ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ થોડીવારમાં જ વેચાઈ ગઈ છે. હાઇબ્રિડ મોડેલમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચ માટે ટિકિટનું વેચાણ સોમવારે સાંજે 5:30 વાગ્યે શરૂ થયું. ટિકિટની સૌથી ઓછી કિંમત 125 દિરહામ એટલે કે ભારતીય ચલણમાં 2964 રૂપિયા હતી. પ્રીમિયમ લાઉન્જની કિંમત 5000 દિરહામ હતી જે ભારતીય ચલણમાં 1 લાખ 18 હજાર રૂપિયા બરાબર છે. ICC 9 માર્ચે તેની વેબસાઇટ પર ફાઇનલ મેચની ટિકિટો જાહેર કરશે. પાકિસ્તાન ટુર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં, પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ ટુર્નામેન્ટના ગ્રૂપ-Aમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમનો સમાવેશ છે. જ્યારે ગ્રૂપ-Bમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ છે. ગ્રૂપની બધી ટીમ ત્રણ-ત્રણ લીગ મેચ રમશે અને ટોચની ચાર ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. જો ભારતીય ટીમ સેમિફાઈનલ કે ફાઈનલમાં પહોંચે છે તો તેનું સ્થળ બદલાશે એટલે કે આ મેચ યજમાન પાકિસ્તાનમાં રમાશે નહીં. જો ભારતીય ટીમ નોકઆઉટમાં પહોંચે છે, તો મેચ દુબઈમાં યોજાશે. ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે
ભારત-પાકિસ્તાન મેચ પહેલા, ભારત બાંગ્લાદેશનો પણ સામનો કરશે, જે 20 ફેબ્રુઆરીએ રમાશે. પરંતુ તેની ટિકિટો ICCની વેબસાઇટ પર પણ બુક કરવામાં આવી છે. 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સાથે રમાનારી મેચ પણ સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે. દુબઈ સ્ટેડિયમમાં 25,000 દર્શકોની બેસવાની ક્ષમતા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ ભારતીય ટીમે પાકિસ્તાનમાં રમવા જવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં રમાઈ રહી છે. ભારતની બધી મેચ દુબઈમાં રમાશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકો માટે 25,000 બેઠકોની ક્ષમતા છે.