back to top
Homeગુજરાતથરાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશનની અનોખી પહેલ:વસંત પંચમીએ 40 એકાકી વૃદ્ધ મહિલાઓને રાશન કિટનું...

થરાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશનની અનોખી પહેલ:વસંત પંચમીએ 40 એકાકી વૃદ્ધ મહિલાઓને રાશન કિટનું વિતરણ

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા થરાદમાં વસંત પંચમીના શુભ અવસરે એકાકી જીવન જીવતી વૃદ્ધ મહિલાઓ માટે રાશન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 40 જેટલી વૃદ્ધ મહિલાઓને આવશ્યક ચીજવસ્તુઓથી સભર રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જનતા ફાઉન્ડેશનના શારદાબેન ભાટી પણ ઉપસ્થિત રહ્યા હતા. હેલ્પ્સ ફાઉન્ડેશન 2017થી ‘ફૂડ ફોર ઓલ’ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ, ધોળકા અને અમદાવાદમાં સામાજિક સેવાનું કાર્ય કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ‘રામ રોટી’ ભોજન વિતરણ અને માસિક રાશન કિટ વિતરણની સેવા આપવામાં આવે છે. રાશન કિટમાં લોટ, ખાંડ, ચા, મરચું, હળદર, તેલ, મગની દાળ, તુવેર દાળ, ધાણાજીરું, રાઈ અને ચણા જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્થાનું માનવું છે કે સમાજ પ્રત્યેની ફરજ અદા કરવી એ દરેક વ્યક્તિની જવાબદારી છે. ખાસ કરીને એવા વૃદ્ધો કે જેઓ એકલતામાં જીવન વિતાવે છે અને શારીરિક રીતે અશક્ત છે, તેમના માટે આ મદદ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. હેલ્પ્સ ફાઉન્ડેશન માત્ર એક વખત નહીં પરંતુ નિયમિતપણે આ સેવા કાર્ય કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ સેવા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments