back to top
Homeગુજરાતરાજકોટમાં જાન્યુઆરીમાં 13,782 મિલકતોના દસ્તાવેજો થયા:સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 74.79 કરોડની આવક, મોરબી...

રાજકોટમાં જાન્યુઆરીમાં 13,782 મિલકતોના દસ્તાવેજો થયા:સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 74.79 કરોડની આવક, મોરબી રોડ ઉપર સૌથી વધુ 1,666 મિલકતોનું વેચાણ

રાજકોટમાં મિલકત ખરીદી પૂર બહારમાં ખીલી છે. ગત જાન્યુઆરી 2025 માસ દરમિયાન રીયલ એસ્ટેટ ઉદ્યોગની ગાડી સડસડાટ દોડી હતી. માત્ર જાન્યુઆરી માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં 13,782 મિલકતોના દસ્તાવેજોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે. જેના પગલે આ દસ્તાવેજોની નોંધણી ફી અને યુઝડ ડ્યુટીની 74,79,99,685ની આવક રાજ્ય સરકારની તિજોરીમાં થઈ છે. જેમાં શહેરના મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1,666 મિલકતોનું વેચાણ થવા પામી છે. મોરબી રોડ વિસ્તારમાં મિલકતોની ખરીદી માટે છેલ્લા લાંબા સમયથી એવરગ્રીન રહ્યો છે. જેના થકી ફી અને ડ્યુટી પેટે આ એક ઝોનની જ 82,884,546ની આવક સરકારની તિજોરીમાં પડી છે. આવી જ રીતે મવડી વિસ્તારમાં પણ 1,307 મિલકતોનું વેચાણ થતા તેની ઝોન-6ની સબરજિસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે. રાજકોટ રૂરલમાં 709 મિલકતોનું વેચાણ
જ્યારે રૈયા વિસ્તારમાં 1232 રાજકોટ-3માં 863 રાજકોટ-1માં 849, કોઠારીયા વિસ્તારમાં 1016 મવામાં 798 અને રાજકોટ રૂરલમાં 709 મિલકતોની ગત જાન્યુઆરી માસ દરમિયાન વેચાણ થતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની એન્ટ્રી પડી છે. જ્યારે ઉપલેટા તાલુકામાં 417, ગોંડલ તાલુકામાં 1298, જેતપુર તાલુકામાં 757, ધોરાજી તાલુકામાં 375, કોટડાસાંગાણીમાં 508, લોધીકામાં 1026, જામકંડોરણામાં 124, જસદણમાં 493, પડધરીમાં 245, વિંછીયામાં 99 તેમજ રાજકોટ રૂરલમાં 709 મિલકતોનું વેચાણ થવા પામેલ છે. શહેર-જિલ્લામાં 13,782 મિલકતોનું વેચાણ
રાજકોટ શહેર જિલ્લામાં ગત જાન્યુઆરી-25 માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં 13,782 મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે.જેની ફી પેટે રૂ. 1,08,016,499 અને યુઝડ ડયુટી ફી રૂ. 6,39,983,186 મળી કુલ રૂ. 7,47,999,685ની આવક સરકારને થવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે નવી જંત્રીનો વધારો હજુ તોળાઈ રહ્યો છે.આ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં એસ્ટેટ ઉદ્યોગ પણ ગતિમાં છે. ગત માસ દરમિયાન જિલ્લામાં 13,782 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments