નિમિષ ઠાકર જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અાયોગે રૂ. 5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટ હેઠળ તે સાૈરાષ્ટ્રની પ્રથમ અેવી સરકારી કોલેજ બની જશે જેમાં અેઅાઇ ડિજિટલ લેબોરેટરી ઉપરાંત, ડિજિટલ સાઉન્ડપ્રૂફ થિયેટર, ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં અાવનાર છે. આ માટે આયોગની ટીમ બુધવારે જૂનાગઢની મુલાકાતે અાવી રહી છે એમ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ પી. ભટ્ટે જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અા અેવી યોજના છે જેમાં બિલ્ડિંગના હેરિટેજ લુકને જાળવી રાખીને બીજી અદ્યતન સુવિધાઅો વિકસાવવામાં અાવનાર છે. અા સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઅો માટેનો હોલ, યોગ માટેનો હોલ, અદ્યતન જિમ, ઇનડોર સ્ટેડિયમ જેવી સુવિધા પણ નવી ઊભી કરવામાં અાવનાર છે. અા સાથે કોલેજની લાઈબ્રેરી પણ અેસી સાથેની નવી અને અદ્યતન બનાવવામાં અાવશે. કેવી હશે AI ડિજિટલ લેબોરેટરી?
એઆઇ ડિજિટલ લેબોરેટરી પ્રથમ દૃષ્ટિએ દેખાવમાં કોઇ પણ કોલેજ કે શાળાની કોમ્પ્યુટર લેબ જેવી જ હોય છે. પણ તેમાં કોમ્પ્યુટરો હાઇ સ્પીડવાળા હશે અને સર્વર પણ હેવી મેમરી ધરાવતા હશે. જે એઆઇ ટુલ્સને સરળતાથી ઓપરેટ કરી શકે. આ લેબોરેટરીનો ઉપયોગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં થતા એઆઇના ઉપયોગ માટે કરી શકશે. – ડો. રાજેશ પી. ભટ્ટ, પ્રિન્સિપાલ 2 એઆઇ લેબની અસર આઉટડોર રમતોના નવા ગ્રાઉન્ડ પણ બનશે
આયોગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવાઇ છે એ ફક્ત એઆઇ માટે નહીં, પણ આઉટડોર અને ઇનડોર ગેમ્સની સુવિધા કોલેજમાં જ ઊભી થાય એ માટેની પણ છે. જેમાં હવે કોલેજમાં વોલિબોલ, બાસ્કેટ બોલના નવા ગ્રાઉન્ડ, યોગ સ્ટુડિયો, નવી સાધન સામગ્રી સાથેનું જીમ અને બિલ્ડિંગનું નવીનીકરણ પણ સામેલ છે.