અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડીપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ત્યાં ગેરકાયદે રહેતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચશે. અમેરિકન એરફોર્સના આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ આવી રહ્યા છે ત્યારે તેઓને અમૃતસરથી ઈન્ડિગોની ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. જે 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે તેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. અમેરિકાના એન્ટોનિયો એરપોર્ટથી અમૃતસર એરપોર્ટ પર પ્લેન આવશે
મળતી માહિતી મુજબ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સના C-16 વિમાને મંગળવારે એન્ટોનિયો એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. જે આજે બપોર સુધીમાં પંજાબના અમૃતસર પહોંચશે. જેના પગલે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. અમૃતસર જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું કે, તેઓની પાસે હજી સુધી ડિપોર્ટ થઈને આવી રહેલા ભારતીયોને ડિટેઈન કરવાનો કોઈ આદેશ આવ્યો નથી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ ડિટેન્શન સેન્ટર પણ બનાવાયું નથી. મળતી માહિતી મુજબ અમેરિકાથી આવી રહેલા વિમાનમાં 11 ક્રુ મેમ્બર અને 45 અમેરિકન અધિકારીઓ પણ સાથે હશે. જેઓ અમૃતસર એરપોર્ટ પર ભારતીયોને ઉતારીને પરત અમેરિકા ફરશે. અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી પરત ફરશે
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ગુજરાત સહિત ભારતીયોને ત્યાંથી પર ભારત મોકલવામાં આવ્યો છે. જેઓ આજે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. અમેરિકાથી જે ભારતીયો પરત આવી રહ્યા છે તેમાં 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો, સુરતના 4, અમદાવાદના 2 અને ખેડા, વડોદરા અને પાટણના 1-1 વ્યકિતઓ છે. ગુજરાતના લોકોને અમૃતસરથી અમદાવાદ લવાશે
મળતી માહિતી મુજબ ભારતીય લોકોને લઈને અમેરિકન એરફોર્સનું જે વિમાન અમૃતસર આવી રહ્યું છે. તેમાં જે ગુજરાતના 33 લોકો સામેલ છે. તેઓને અમૃતસરથી અમદાવાદ ઈન્ડિગોની ફ્લાઈટમાં લાવવામાં આવશે. જેના પગલે અમદાવાદ પોલીસ પણ એલર્ટ બની છે.