અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર વીર પહાડિયા સતત ચર્ચામાં રહે છે. વીર સોશિયલ મીડિયા પર તેની ચાલવાની સ્ટાઈલ, બોલવાની રીત અને ડાન્સના કારણે ફેમસ થયો છે. તેની બધી રીલ્સ વાઈરલ થઈ રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમેડિયનને વીર પહાડિયાની મજાક ઊડાવી ભારે પડી!
ફેમસ કોમેડિયન પ્રણિત મોરની ટીમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોસ્ટ શેર કરતા કહેવામાં આવ્યું કે વીર પહાડિયાના ફેમસ હોવાનો દાવો કરતા કેટલાક આવારા તત્વોએ પ્રણિતને માર માર્યો હતો. આ મામલો મહારાષ્ટ્રના સોલાપુરનો છે. 2 ફેબ્રુઆરીના રોજ અહીં 24K ક્રાફ્ટ બ્રુઝ ખાતે કોમેડિયન પ્રણીત મોરે સ્ટેન્ડ-અપ પર્ફોર્મન્સ કર્યું હતું. પર્ફોર્મન્સ પછી, પ્રણિત શોમાં આવેલા ચાહકોને મળ્યો. 11-12 લોકો કોમેડિયનને મળવા ગયા. પરંતુ ફોટો લેવાને બદલે, તે લોકોએ પ્રણિતને લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું. પ્રણિત મોરની ટીમે લડાઈમાં સામેલ એક વ્યક્તિની ઓળખ તનવીર શેખ તરીકે કરી છે. તે કહે છે કે તનવીર તે જૂથનો લીડર હતો. તેણે તેની ગેંગ સાથે મળીને પ્રણિત મોરેને ખાલી માર્યો જ નહીં પણ તેને ધમકી પણ આપી. તે માણસે કહ્યું- હવે વીર બાબા પર જોક્સ કરીને દેખાડ. પ્રણિત મોરની ટીમ એમ પણ કહ્યુ કે- 24K ક્રાફ્ટ બ્રુઝ પર કોઈપણ પ્રકારની સુરક્ષા નહોતી. લડાઈની સમગ્ર ઘટના સ્થળના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે ઘટનાનો પુરાવો આપે છે. પરંતુ સ્થળ પરના લોકો તેમને CCTV ફૂટેજ આપવાનો ઇનકાર કરી રહ્યા છે. કોમેડિયન અને તેની ટીમે પોલીસની પણ મદદ માગી, પરંતુ કોઈ ઘટનાસ્થળે પહોંચ્યું નહીં. મુંબઈના પ્રણિતે આ બાબત અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. તેમણે અધિકારીઓને આ મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવા પણ વિનંતી કરી છે. વીર પહાડિયાએ માફી માગી
આ સમગ્ર મામલે એક્ટર વીર પહાડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રણિત મોરેની પોસ્ટ પર કોમેન્ટ કરીને વીરે આ સમગ્ર બાબત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વીર કહે છે કે આમાં મારો કોઈ હાથ નથી. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબો મેસેજ શેર કરીને કોમેડિયન અને તેના ચાહકોની માફી પણ માગી છે. આ ઉપરાંત, વીરે પ્રણિતને વચન આપ્યું છે કે તે હુમલો કરનારા આવારા તત્વોને સજા અપાવવામાં મદદ કરશે. ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ 100 કરોડના કલબમાં સામેલ થઈ
ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ વિશે વાત કરીએ તો, નિમરત કૌર અને સારા અલી ખાને આ ફિલ્મમાં વીર પહાડિયા અને અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તેણે 12 દિવસમાં આશરે 103 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં વીરના કામની પ્રશંસા થઈ રહી છે.