વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. મહાકુંભમાં તેમણે સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. ભગવા વસ્ત્ર, હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. તેમણે સૂર્યને સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું અને લગભગ પાંચ મિનિટ સુધી મંત્રનો જાપ કરતા રહ્યા હતા. સંગમ નોજ ખાતે વડાપ્રધાને માતા ગંગાની પૂજા કરીને દૂધ અને સાડી અર્પણ કરી હતી. મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે બોટમાં સવારી પણ કરી હતી. મોદીની મહાકુંભ યાત્રા લગભગ 2 કલાક ચાલી હતી. મોદીની મહાકુંભ યાત્રા 15 તસવીરોમાં જુઓ… સંગમ સુધી બોટમાં યાત્રા ત્રિવેણીમાં ડૂબકી લગાવી 40 મિનિટ સુધી માતા ગંગાની પૂજા કરી હતી હિમાચલી ટોપી પહેરીને લોકોનું અભિવાદન
Topics: મહાકુંભ LIVE