સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે ખાસ કરીને ઉમેદવારોની પસંદગીની લઇને રાજકિય પક્ષોમાં ખેચતાણ જોવા મળી હતી. કુલ 7 વોર્ડ ધરાવતી પાલિકામાં 28 સભ્યો માટે જંગ જામનાર છે. જેમા મંગળવારે ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચી લીધી હતુ. આથી હવે કુલ 107 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે આપે પણ ઝંપલાવ્યુ છે ત્યારે આપ કોના મત કાપે છે. તેના ઉપર હાર જીતના ફેસલાનો મોટો મદાર છે. થાન પાલિકાની ચૂંટણીમાં છેલ્લી 6 ટર્મથી ભાજપની વિજય થતો આવ્યો છે. જયારે આ 7મી ટર્મની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપે ટીકીટ આપવામાં પોતાના ઘણા ઉમેદવારોમાં ફેરફાર કર્યો છે. તો કેટલાક સબળ ઉમેદવારો 3 ટર્મની ચૂંટણીના નિયમને લઇને કપાઇ ગયા છે. આમ તો અગાઉની ચૂંટણીના પરિણામો જોઇએ તો થાનમાં ભાજપનો દબદબો રહયો છે. પરંતુ તે સમયે ભાજપની સીધી ફાઇટ કોંગ્રસે સાથે હતી. હવે આ ચૂંટણીમાં દરેક બેઠક ઉપર આપે પણ ઉમેદવારી કરી છે. આપ પહેલીવાર ચૂંટણી લડી રહ્યુ છે. ત્યારે આપ જો ભાજપના મત કાપે તો ભાજપને ફટકો પડી શકે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જેમ થયુ તેમ જો આપ કોંગ્રેસના મત કાપશે તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. ભાજપ ગુજરાત સરકારે કરેલા વિકાસની વાતો લઇને ચૂંટણી લડશે જયારે કોંગ્રેસ અને આપ લોકોની સમસ્યાના મુદ્દાઓને આગળ ધરીને મતદારોને મનાવવા પ્રયાસ કરશે. ત્યારે વોર્ડનં 4ના અપક્ષ ઉમેદવાર અનિરૂધ્ધસિંહ ઝાલાએ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેતી લીધુ હતુ. જુઓ ગ્રાફિક્સમાં તમારા વોર્ડના ઉમેદવારોના નામ