back to top
Homeસ્પોર્ટ્સદ્રવિડની કારનો અકસ્માત સર્જાયો; ગુસ્સાથી લાલચોળ થયો:બેંગલુરુના રસ્તાઓ વચ્ચે ઑટો ચાલક સાથે...

દ્રવિડની કારનો અકસ્માત સર્જાયો; ગુસ્સાથી લાલચોળ થયો:બેંગલુરુના રસ્તાઓ વચ્ચે ઑટો ચાલક સાથે ચર્ચા કરતા જોવા મળ્યો; પૂર્વ હેડ કોચનો વીડિયો વાઇરલ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડની કારને એક લોડિંગ ઓટોએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના મંગળવારે (4 ફેબ્રુઆરી) સાંજે 6:30 વાગ્યાની આસપાસ બેંગલુરુમાં બની હતી. દ્રવિડ પોતાની કાર ચલાવી રહ્યો હતો કે નહીં તે સ્પષ્ટ નથી. ઘટના બાદ દ્રવિડ ઑટો ચાલક સાથે દલીલ કરતો જોવા મળ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતપૂર્વ ભારતીય કોચ બેંગલુરુના ઇન્ડિયન એક્સપ્રેસ જંક્શનથી હાઇ ગ્રાઉન્ડ્સ તરફ જઈ રહ્યા હતા. પછી તેની કાર કનિંગહામ રોડ પર ટ્રાફિકમાં ફસાઈ ગઈ અને ઓટો ચાલકે તેને પાછળથી ટક્કર મારી. ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ મુજબ, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ પછી દ્રવિડે ઓટો ડ્રાઈવરનો ફોન અને વાહનનો રજિસ્ટ્રેશન નંબર લીધો. દ્રવિડ ઓટો ડ્રાઈવર સાથે દલીલ કરતો જોવા મળ્યો
દ્રવિડ ઓટો ડ્રાઈવર સાથે દલીલ કરતો જોવા મળ્યો. રસ્તાની બાજુમાં પસાર થઈ રહેલા એક રાહદારીએ આ વીડિયો કેદ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, દ્રવિડ પોતાની માતૃભાષા કન્નડ બોલી રહ્યો છે. સિટીઝન્સ મોમેન્ટ ઇસ્ટ બેંગલુરુ નામના એકાઉન્ટે દ્રવિડની ચર્ચાનો વીડિયો પોસ્ટ કર્યો. દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ, ભારતીય ટીમે ગયા વર્ષે T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. નવેમ્બર 2021માં દ્રવિડને ભારતના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેની પહેલાં ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ. ટીમે ફરીથી 2022ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ રમી. દ્રવિડનો કાર્યકાળ 2023માં ODI વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાને કારણે, તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દ્રવિડે ભારતને T-20 માં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. તેમના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2023માં એશિયા કપ પણ જીત્યો છે. રાહુલ નવેમ્બર 2021માં ભારતીય ટીમના કોચ બન્યા. તેમણે જૂન-2024 સુધી સેવા આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments