back to top
Homeગુજરાતભાસ્કર એનાલિસિસ:5 વર્ષમાં ગુજરાતની 9 કંપનીએ 12 હજાર કરોડ ટેક્સ રિબેટ લીધું

ભાસ્કર એનાલિસિસ:5 વર્ષમાં ગુજરાતની 9 કંપનીએ 12 હજાર કરોડ ટેક્સ રિબેટ લીધું

પાંચ વર્ષમાં દેશમાં સૌથી વધુ ટેક્સ રિબેટ મેળવનાર ટોચની 50 કંપનીમાં ગુજરાતની 9 છે. આ 9 કંપનીને 2019-20થી 2023-24 દરમિયાન કુલ 12,228 કરોડ ટેક્સ રિબેટ ચૂકવાયું છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, દેશની 50 કંપનીને કુલ 1.11 લાખ કરોડ અને તમામ કોર્પોરેટ કંપનીઓને પાંચ વર્ષમાં 7.74 લાખ કરોડ ટેક્સ રિબેટ ચૂકવાયું છે. કંપનીઓને ઇન્કમટેક્સ રિટર્ન (ITR-6) હેઠળ અલગ અલગ કલમોમાં ટેક્સ રિબેટ મળ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નવા પ્રોજેક્ટ, વિશેષ રાજ્યોમાં થતા નફા પર થયેલી કપાતમાં રિબેટ ચૂકવાયું છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં સન ફાર્મા લેબોરેટરીને સૌથી વધુ 4169 કરોડ ટેક્સ રિબેટ મળ્યું છે. જે દેશમાં સૌથી વધુ રિબેટ મામલે આઠમા ક્રમે છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ 19,334 કરોડ ટેક્સ રિબેટ સાથે પ્રથમ ક્રમે છે. TCSને સૌથી વધુ 19 હજાર કરોડ રિબેટ મળ્યું
5 વર્ષમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસીસને 19,334 કરોડ ટેક્સ રિબેટ મળ્યું છે. પાવર ગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાને 12,863 કરોડ, ઇન્ફોસિસને 10,319 કરોડ, એચસીએલ ટેક્નોલોજીને 6,889 કરોડ, વિપ્રોને 5449 કરોડ રૂપિયા ટેક્સ વળતર રૂપે મળ્યા છે. ટોપ-50માં 15 કંપનીઓને 1થી 4 હજાર કરોડ અને 29 કંપનીઓને 500 કરોડથી લઇ 1000 કરોડ સુધી રિબેટ મળ્યું છે. કોર્પોરેટ કંપનીઓને 7.74 લાખ કરોડ ટેક્સ રિબેટ
પાંચ વર્ષમાં દેશની કોર્પોરેટ કંપનીઓને કુલ 7.74 લાખ કરોડ ટેક્સ રિબેટ મળ્યું છે. મુંબઇની સૌથી વધુ 12 કંપનીને 33,930 કરોડ ટેક્સ રિબેટ ચૂકવાયું છે. જ્યારે દિલ્હીની 9 કંપનીને 30,411 કરોડ, અમદાવાદની 9 કંપનીને 12,228 કરોડ, હૈદરાબાદની 5 કંપનીને 4,100 કરોડ, બેંગ્લુરુની 4 કંપનીને 16,980 કરોડ ટેક્સ રિબેટ મળ્યું છે. અન્ય રાજ્યની 11 કંપનીને 11,049 કરોડ વળતર અપાયું છે. ગુજરાતમાં કંપનીઓ 38% વધી… કંપની એક્ટ મુજબ 2018-19માં ગુજરાતમાં એક્ટિવ કંપની 61,447 હતી જે 38% વધીને 2022-23માં 85,591 થઇ છે. એક્ટિવ કંપની મામલે ગુજરાત આઠમા ક્રમે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2.98 લાખ એક્ટિવ કંપની છે. જ્યારે દેશમાં કુલ 15.31 લાખ એક્ટિવ કંપનીઓ છે. રાજ્યમાં લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કંપનીની સંખ્યા વધીને 25 હજાર નજીક પહોંચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments