back to top
Homeબિઝનેસઉત્પાદનમાં ધીમી વૃદ્ધિ:દેશના સર્વિસ સેક્ટરનો PMI 56.5 સાથે બે વર્ષના તળિયે પહોંચ્યો

ઉત્પાદનમાં ધીમી વૃદ્ધિ:દેશના સર્વિસ સેક્ટરનો PMI 56.5 સાથે બે વર્ષના તળિયે પહોંચ્યો

દેશમાં જાન્યુઆરી દરમિયાન વેચાણ તેમજ ઉત્પાદનમાં ધીમી વૃદ્ધિને પગલે સર્વિસ સેક્ટરનો PMI ઘટીને 56.5 સાથે 2 વર્ષના તળિયે નોંધાયો છે. તે ડિસેમ્બર દરમિયાન 59.3 રહ્યો હતો. PMI 50થી ઉપરના આંક પર રહેવા છતાં દેશના સર્વિસ સેક્ટરને જાન્યુઆરીમાં ગ્રોથ મોમેન્ટમ ગુમાવ્યું હતું. HSBC ખાતેના મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે નવેમ્બર 2022 અને નવેમ્બર 2023 બાદ PMIમાં સર્વાધિક ઘટાડો જોવા મળ્યો છે. કુલ નવા ઓર્ડર્સ માટેના ટ્રેન્ડથી વિપરીત, આંતરરાષ્ટ્રીય વેચાણમાં ઝડપી વધારો નોંધાયો હતો. ખાસ કરીને સર્વિસ સેક્ટરની કંપનીઓએ એશિયા, યુરોપ, મિડલ ઇસ્ટ તેમજ અમેરિકાના ક્લાઇન્ટનો પાસેથી વધુ ફાયદો થયો હતો. જ્યારે વિસ્તરણનો દર પણ એકંદરે પાંચ મહિનાની ટોચે રહ્યો હતો. નવા બિઝનેસ ઓર્ડર્સમાં વૃદ્ધિ-ક્ષમતામાં વધારો કરવાના દબાણથી સર્વિસ સેક્ટરની કંપનીઓ વધુ સ્ટાફની ભરતી કરવા માટે મજબૂર બની હતી. ખાસ કરીને પાર્ટ ટાઇમ તેમજ ફુલ ટાઇમ પદો પર ભરતી કરવામાં આવી હતી. ડિસેમ્બર બાદથી રોજગારી સર્જનનો દર ઝડપી ગતિએ વધ્યો હતો અને તે ડિસેમ્બર 2005માં શરૂ કરાયેલા ડેટા કલેક્શન બાદ સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો. સર્વિસ સેક્ટરની કંપનીઓમાં આગામી 12 મહિનામાં બિઝનેસની ગતિવિધિમાં વૃદ્ધિને લઇને આશાવાદ જોવા મળ્યો હતો. બિઝનેસમાં વૃદ્ધિના અનુમાન પાછળના કેટલાક કારણોમાં જાહેરાતો, સ્પર્ધાત્મક રીતે કિંમતો માટેના પ્રયાસો તેમજ નવા ક્લાઇન્ટોની ઇન્ક્વાયરી છે.
સર્વિસ કંપનીઓએ વધુ સ્ટાફની ભરતી કરવાથી તેમજ ખાદ્યપદાર્થોની એકંદરે કિંમત વધવાથી પણ વધુ ખર્ચ નોંધાવ્યો હતો. ખર્ચ વધવાના ભારણથી 2025ની શરૂઆતમાં ભારતીય સેવાઓ માટે કિંમતોમાં પણ કેટલાક અંશે વૃદ્ધિ થઇ હતી. કોમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ 57.7 સાથે 14 મહિનાના તળિયે
HSBC ઇન્ડિયાનો કોમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ ડિસેમ્બરના 59.2 થી ઘટીને 57.7 સાથે 14 મહિનાના નીચલા સ્તરે રહ્યો છે. PMI સૂચકાંકો તુલનાત્મક ઉત્પાદન અને સેવાઓ PMI સૂચકાંકોની સરેરાશ છે. સત્તાવાર જીડીપી ડેટા અનુસાર વજન ઉત્પાદન અને સેવા ક્ષેત્રના સંબંધિત કદને પ્રતિબિંબિત કરે છે HSBCના સરવેમાં સર્વિસ સેક્ટરની 400 કંપનીઓને
આવરી લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments