સુરતના હજીરા સ્થિતિ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર 50માંથી 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 8 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે. સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS બસ ની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બને પલ્ટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો બસમાં સવાર હતા. આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સ થી ઘાયલ ને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ ભુયાનનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના મોરા ગામ વિસ્તારમાં 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન પરિવાર સાથે રહે છે અને એએમ એનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રોજ સવારે કંપનીની બસમાં નોકરી પર જતા હોય છે. દરમિયાન આજે સવારે 50 જેટલા સાથી કામદારો સાથે બસમાં કંપની પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન બસ એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર બે પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન રેતી કપચી ભરેલું ડમ્પર ન ચાલક પૂર પાઠ ઝડપે આવ્યો હતો. ડમ્પર ચાલક ઓવરટેક કરવા માટે ડમ્પર ચલાવી રહ્યો હતો તે દરમિયાન બે સાયકલ તમારો પસાર થઈ રહ્યા હતા તે અચાનક જોઈ જતા તેને બચાવવા જતા ડમ્પર બસ સાથે અથડાવી દીધું હતું. બસની વચ્ચોવચ ડમ્પર ધડાકા ના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું. મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ રસ્તો અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 30 થી 35 જેટલા લોકોને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે.