ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં છે અને હાલમાં તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ફંકશનમાં હાજરી આપી રહી છે. પ્રિયંકાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પીસી પોતાના ‘દેશી ગર્લ’ અંદાજમાં જોવા મળી હતી. ભાઈની પ્રી-વેડિંગ ઈવેન્ટમાં એક્ટ્રેસ સ્ટ્રેપલેસ ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન, તેના સાસુ અને સસરા પણ જોવા મળ્યા. સાસુની સાડી સરખી કરતી જોવા મળી પ્રિયંકા
પાપારાઝીને પોઝ આપતી વખતે, પ્રિયંકા તેની સાસુની સાડીને સરખી કરતી જોવા મળી. ફેન્સ એક્ટ્રેસના આ અંદાજ પર ફિદા થઈ ગયા. બધા કહે છે કે તે તેના સાસરિયાઓ સાથે કેટલી સારી રીતે વર્તે છે. પ્રિયંકાના આઉટફિટની વાત કરીએ તો, તેણે સફેદ રંગનો સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો હતો. તેના ગાઉન પર રંગબેરંગી ફૂલો અને પાંદડાઓની ડિઝાઇન જોવા મળી રહી હતી. હલ્દી-મહેંદી સેરેમની તસવીર
સિદ્ધાર્થ ચોપરા મોડેલ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ કપલના લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. લગ્ન પહેલા, સિદ્ધાર્થ અને નીલમે હલ્દી અને મહેંદી ફંક્શન અને ત્યારબાદ માતા કી ચોકીનું આયોજન કર્યું હતું. પ્રિયંકા ચોપરાનો દેશી લુક માતા કી ચોકીમાં જોવા મળ્યો હતો અને સાથે તે તેની પુત્રી માલતી મેરી સાથે ફંક્શનમાં જોવા મળી હતી. તે જ સમયે, પ્રિયંકા ચોપરાએ માતા કી ચોકી માટે રસ્ટ બ્રાઉન રંગનો સૂટ પહેર્યો છે. તેણે કાનની બુટ્ટીઓ અને ગ્લેમરસ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. એક્ટ્રેસ માતાના મંદિરે માથું ઢાંકીને માતા પાસેથી આશીર્વાદ લેતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરા રસ્ટ બ્રાઉન રંગના સૂટમાં પોતાના મંગળસૂત્ર સાથે જોવા મળી હતી. પુત્રી માલતી સાથે મેચિંગ કપડાં પહેર્યા હતા. ભાભી માટે છાબ લઈ જતી જોવા મળી એક્ટ્રેસ