રશ્મિકા મંદાનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે દરેકને દયાળુ બનવાની અપીલ કરી હતી. એક્ટ્રેસની આ પોસ્ટ પરથી ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે તેણે આ પોસ્ટ રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવરકોંડાના બચાવમાં કરી છે. રશ્મિકા અને વિજયનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં વિજયને એક્ટ્રેસની મદદ ન કરવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો હતો. રશ્મિકા મંદાનાએ બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી. આમાં, એક્ટ્રેસે સફેદ ટી-શર્ટ પહેરી છે જેના પર ‘Kindful’ લખેલું છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘આજકાલ દયાને ઓછી આંકવામાં આવે છે.’ હું દયા અને તે જે કંઈ દર્શાવે છે તેને સ્વીકારું છું. ચાલો આપણે બધા એકબીજા પ્રત્યે દયાળુ બનીએ. એક્ટ્રેસને મદદ ન કરવા બદલ ટ્રોલ થયો વિજય
વિજય અને રશ્મિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં બંને ક્યાંકથી બહાર આવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, રશ્મિકા વોકરની મદદથી ચાલી રહી હતી, જ્યારે વિજય તેને મદદ કર્યા વિના સીધો આગળ વધી ગયો અને તેની કારમાં બેસી ગયો. આ પછી જ, ફેન્સ વિજયને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડને મદદ ન કરવા બદલ ટ્રોલ કર્યો. આ ફિલ્મોમાં જોવા મળશે રશ્મિકા
રશ્મિકા મંદાનાએ છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 2024ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘પુષ્પા 2’ હતી. ટૂંક સમયમાં, એક્ટ્રેસ ‘સિકંદર’ અને ‘છાવા’ ફિલ્મોમાં જોવા મળશે. એ.આર. મુરુગાદોસ ડિરેક્ટર ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકા સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ‘છાવા’માં તે વિક્કી કૌશલ સાથે જોવા મળશે.