સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસૂમ કેદાર સ્ટ્રોમમાં ખાબક્યો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યો હતો. જોકે ગઈકાલ રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ના મળતાં અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી. સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનો જે વરિયાવ ખાડી સુધી જાય છે એને સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી હતી. ખાડીની દીવાલ તોડી અંદર પાણીમાં બોટ મારફત શોધખોળ કરવામાં આવી હતી. ખાડી સુધી આવેલી 12 ગટરલાઈન પણ ફાયર વિભાગના અધિકારીઓએ ચેક કરી હતી. 20 ફૂટ નીચે ઊતરીને ફાયરની ટીમે સતત શોધખોળ કરી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગે તમામ શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ કરી હતી. બાળકને શોધી કાઢવા સ્ટાફે સતત વિભિન્ન ટેક્નિક અને સાધનો દ્વારા શોધખોળ કરી હતી. ફાયરબ્રિગેડની 50થી વધુ જવાનોની ટીમો સતત શોધખોળમાં લાગી હતી. સમગ્ર ઘટનાક્રમ જૂની ડ્રેનેજલાઇનો બદલવા કરોડોનો ખર્ચ
અમરોલી સેન્ટ્રલ ઝોન એવા વિસ્તારોમાં જૂની ડ્રેનેજલાઈનો છે અને હાલમાં બજેટ મુજબ કરોડો રૂપિયાના ખર્ચે આ લાઈનોને બદલવામાં આવી રહી છે. આ માટે કોન્ટ્રેક્ટ પણ આપી દેવામાં આવ્યા છે અને ઠેર ઠેર કામગીરી પણ ચાલી રહી છે. કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ
કામ કરતી ટીમો ડ્રેનેજની કામગીરી બાદ ઢાંકણાં બહાર મૂકીને જતી રહે છે. ના તો કોન્ટ્રેક્ટર અને ના તો અધિકારીઓ એની ઉપર નજર રાખે છે. ગટરના તૂટેલાં ઢાંકણાં માટે કોણ જવાબદાર છે એ તપાસનો વિષય છે. ઢાંકણું ક્યારે તૂટ્યું અને કેમ તૂટ્યું એ અંગે તપાસ થવી જરૂરી છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓને સૂચના આપી છે કે આ બાબતે ગંભીર તપાસ કરવામાં આવે. મેઈન ગટરના બે એક્ઝિટ પોઈન્ટ
આ મેઈન ગટરનું એક એક્ઝિટ પોઈન્ટ વરિયાવ પમ્પિંગ સ્ટેશન તરફ છે, જ્યારે બીજું નજીકથી પસાર થતી ખાડીમાં છે. ગટરમાં અંદાજે 5થી 7 ફૂટ ઊંડું પાણી વહે છે, જેના કારણે બાળક કઈ બાજુ ગયું એ જાણી શકાતું ન હતું. ફાયરબ્રિગેડની ટીમની શોધખોળ
ડભોલી, કોસાડ અને મોરાભાગળની 5 ફાયર સ્ટેશનોની ટીમો ઘટનાસ્થળે હાજર હતી. ફાયરના 2થી 4 સભ્યની અલગ-અલગ ટીમો ઓક્સિજન અને સેફ્ટી સાધનો સાથે ગટરના ચેમ્બરોએ અંદર ઊતરી શોધખોળ કરી હતી.