નવસારીના જલાલપુર તાલુકામાં એક ચકચારીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સાવકા પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું. આ ગંભીર અપરાધ બદલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, પીડિતાની માતા અંગત કારણોસર પોતાના પતિથી અલગ રહેતી હતી, અને તેના પ્રેમી સતીશ પટેલના ઘરે રહેવા ગઈ હતી. 2024માં સતીશે એકલતાનો લાભ લઈને સગીર કિશોરી પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થયો અને તપાસ દરમિયાન તેને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું. આરોપીના સમર્થનમાં જુબાની આપી
મરોલી પોલીસ મથકમાં POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. કેસની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી હતી, એ દરમિયાન ફરિયાદી પરિણીતાએ પોતાના પ્રેમીને બચાવવા માટે કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરવા સાથે આરોપીના સમર્થનમાં જુબાની આપી હતી. દાખલો બેસાડતો ચુકાદો
કોર્ટે વૈજ્ઞાનિક પુરાવા અને DNA રિપોર્ટને આધારે આરોપી સતીશ પટેલને દોષિત ફેરવી સમાજમાં દાખલો બેસે, આવા નરાધમોને કાયદાનો ડર રહે એવા ઉદ્દેશથી આરોપીને 50,000 રૂપિયાનો દંડ અને 20 વર્ષની સખત કેસની સજાનો હુકમ આજે સંભળાવ્યો છે. આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે બાળકો સાથે થતા ગુનાઓ પ્રત્યે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.