back to top
Homeગુજરાતભાસ્કર વિશેષ:ગુજરાતની વિવિધ યુનિ.ના વિદ્યાર્થીઓએ મહાકુંભમાં સેવાકાર્ય, ટીમવર્ક, કોમ્યુનિકેશન-મેનેજમેન્ટ સ્કિલ્સનો અનુભવ મેળવ્યો

ભાસ્કર વિશેષ:ગુજરાતની વિવિધ યુનિ.ના વિદ્યાર્થીઓએ મહાકુંભમાં સેવાકાર્ય, ટીમવર્ક, કોમ્યુનિકેશન-મેનેજમેન્ટ સ્કિલ્સનો અનુભવ મેળવ્યો

યશ પટવર્ધન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતની વિવિધ યુનિ.માં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના પાઠ શીખવા માટે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ સેવાકાર્ય, ટીમવર્ક, કોમ્પ્યુનિકેશન, મેનેજમેન્ટ સ્કિલનો અનુભવ મેળવ્યો હતો. હાલમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 100 જેટલા વિદ્યાર્થી મહાકુંભમાં નવતર પ્રકારની ઇન્ટર્નશિપ થકી વ્યવહારુ અનુભવ મેળવી રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કરવામાં આવેલી પહેલના ભાગરૂપે યંગસ્ટર્સને મહાકુંભમાં જોડાવાનો અને સેવા કરવાનો અવસર આપવામાં આવ્યો છે. એબીવીપીના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે માહિતી આપી કે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓને મહાકુંભમાં મોકલવામાં આવ્યા છે. જેમાં IIM, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, IIT ગાંધીનગર, NFSU, GNLU જેવી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. હવે વિવિધ યુનિવર્સિટીઓમાંથી વિદેશી વિદ્યાર્થીઓને પણ મહાકુંભ મોકલવાનું આયોજન છે. ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. મેડિકલ સ્ટુડન્ટે સારવાર કેન્દ્રોમાં, ફાર્મસી વિદ્યાર્થીઓએ દવાના સ્ટોલ પર સેવા આપી થિન્ક ઇન્ડિયા: પ્રીમિયર યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને જોડીને મહાકુંભનાં આયોજનો અને સંસ્કૃતિના દ્રષ્ટિકોણથી કાર્ય કરાયું
મીડિવિઝન: મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મેડિકલ સેવા માટે મોકલવામાં આવ્યા, કેમ્પમાં યાત્રાળુઓને તબીબી સહાય પૂરી પાડી રહ્યા છે.
ફાર્માવિઝન: ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓને દવાઓના સ્ટોલ સંભાળવાની જવાબદારી સોંપાઈવામાં આવી, જેથી શ્રદ્ધાળુઓને યોગ્ય દવાઓ મળી શકે.
જિજ્ઞાસા: આયુર્વેદના વિદ્યાર્થીઓ આયુર્વેદ કેમ્પમાં જોડાઈને લોકો માટે ઉપચાર પર કામ કરી રહ્યા છે. 15 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી
એબીવીપીએ આયોજનને વધુ લોકપ્રિય બનાવવા માટે સોશિયલ મીડિયા ઈન્ટર્નશિપ શરૂ કરી છે. જેના માટે 15 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ વિવિધ સ્કિલ શીખી શકશે
કુંભમાં જોડાવાથી વિદ્યાર્થીઓ માટે માત્ર ધાર્મિક મેળાનું નિરીક્ષણ જ નહીં, પરંતુ સેવાભાવ, ટીમવર્ક અને મેનેજમેન્ટ જેવી સ્કિલ્સ પણ શીખે છે. – સમર્થ ભટ્ટ, પ્રદેશમંત્રી, ABVP લાર્જ સ્કેલ ઈવેન્ટ મેનેજમેન્ટનો અનુભવ
કુંભમાં લાર્જ સ્કેલ ઇવેન્ટ મેનેજમેન્ટને સમજી શક્યા અને સાથે ડોક્યુમેન્ટેશનમાં પણ સહભાગી રહ્યા. અમે ભક્તો સાથે વાતચીત કરી, તેમની શ્રદ્ધા અને વ્યક્તિગત અનુભવો જાણવા મળ્યા. – નિધિ ભદ્રા, સ્ટુડન્ટ, NFSU

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments