back to top
Homeદુનિયાનવી તક:યુએસમાંથી ડિપોર્ટ થનાર કોઈ પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમારી ‘જેલ’માં રાખીશું, બદલામાં...

નવી તક:યુએસમાંથી ડિપોર્ટ થનાર કોઈ પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમારી ‘જેલ’માં રાખીશું, બદલામાં કિંમત ચૂકવવી પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે જેનાપગલે વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જ્યારે ઘણા એવા દેશો છે જે તેમાં પોતાના માટે નવી સંભાવનાઓ જોઈ રહ્યા છે. અલ સાલ્વાડોરની પણ આવી જ સ્થિતિ છે. રાષ્ટ્રપતિ નાયબ બુકેલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની બેઠકમાં એક અનોખો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની મહત્તમ સુરક્ષા જેલમાં રાખવી જોઈએ. જોકે, અમેરિકાએ તે માટે કિંમત ચૂકવવી પડશે. બુકેલે કહ્યું કે તેનાથી અમેરિકાની જેલ સિસ્ટમના એક ભાગને આઉટસોર્સ કરવાની તક મળશે. રાષ્ટ્રપતિ બુકેલે અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા કોઈપણ રાષ્ટ્રીયતાના કેદીઓને સીઈસીઓટી નામની સુવિધામાં બંધ કરવાની ભલામણ કરી છે. જ્યાં કેદીઓ બારી વિનાની જેલમાં રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો અમારી પાસે આ કરવાની કાનૂની સત્તા હશે તો હું તરત જ કરીશ. CECOT | કોટડીમાં 60 થી 70 કેદીઓ, 24 કલાક નજર
સીઈસીઓટી અલ સાલ્વાડોરની સૌથી મોટી જેલ છે જે 2023માં ઓપન કરવામાં આવી હતી. જેમાં મહત્તમ 40 હજાર કેદીઓની ક્ષમતા હશે. તે 8 વિશાળ ડોમથી બનેલું છે. દરેક કોઠરીમાં 65 થી 70 કેદીઓ છે. જેમની સાથે મુલાકાત કરી શકાતી નથી. બોક્સર શોર્ટ્સ પહેરેલા કેદીઓને જેલના પ્રાંગણમાં લઈ જવામાં આવે છે અને જ્યાં તેઓ એકબીજાની ઉપર બેસાડવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments