ચીનના આધિપત્યવાળા તિબેટમાં આવેલા કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો કાફલો જૂનના પ્રથમ સપ્તાહે રવાના થઇ શકે છે. ચીન સાથે સહમતિ પછી હાલમાં જ વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારની પહેલી બેઠક થઇ છે. સરકારી સૂત્રોના પ્રમાણે આ વખતે યાત્રામાં ઘણાં પરિવર્તનો જોવા મળશે. જેમ કે નવી દિલ્હીથી નીકળ્યા પછી યાત્રીઓનો પહેલો પડાવ આશરે 330 કિમી દૂર ટનકપુરમાં હશે જે પહેલાં આ પડાવ હલ્દ્વાનીમાં હતો. બીજું, નવી દિલ્હીથી લિપુલેખ પાસ સુધી વાહનોથી જશે. લિપુલેખ પાસની બીજી તરફ ચીન બૉર્ડર શરૂ થાય છે, જ્યાં પઠાર હોવાના કારણે ટુ લેન રોડ બનેલો છે, જ્યાંથી બસો કૈલાશ લઇ જશે. પિથોરાગઢના પ્રવાસન અધિકારી કીર્તિરાજ આર્યે જણાવ્યું કે અમે તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે ધારચૂલાથી તવાઘાટ થઇને એક જ દિવસમાં લિપુલેખ પાસથી 30 કિમી પહેલાં ગંુજી ગામ પહોંચાશે. પહેલાં 8 દિવસ લાગતા હતા. હવે દિલ્હીથી શરૂ કર્યા પછી તમે ચોથા અથવા 5મા દિવસે તમે કૈલાશ ક્ષેત્રમાં હશો. તેટલો જ સમય પરત ફરવામાં લાગશે. તેનાથી 24 દિવસમાં પૂર્ણ થનારી યાત્રા 10 દિવસમાં પૂર્ણ થઇ જશે. આવી રીતે સમજો… રૂટ, કેટલો ખર્ચ અને કેવી સુવિધા મળશે
2019માં શું હતું: નવી દિલ્હીથી હલ્દ્વાની, પછી ધારચૂલાથી તવાઘાટની યાત્રા વાહનો દ્વારા થતી હતી. ત્યારબાદ ગુંજી અને લિપુલેખ પાસ સુધી 95 કિમીનો પ્રવાસ 8 દિવસ પગપાળા કરવો પડતો હતો. કૈલાશ સુધી આવવા-જવામાં 23 રાત્રી ગુંજી, કાલાપાની, નાભીઢાંગમાં વિતાવવી પડતી હતી. 2025માં શું થશે: નવી દિલ્હીથી સવારે 7 વાગ્યે રવાના થઇને યાત્રી રાત્રીના 8 વાગ્યા સુધીમાં ટનકપુર પહોંચશે. અહીં રાત્રી રોકાણ કરશે. આગલા દિવસે સાંજ સુધીમાં ધારચૂલામાં હશો. ત્યાં એક દિવસ વિતાવી તે જ રસ્તાથી પરત ફરશો. જેમાં 8 કે 9 રાત્રી પસાર થશે. કુમાઉ મંડળ વિકાસ નિગમના બુદિ, ગુંજી, નાભીઢાંગ અને લિપુલેખમાં દરેક હવામાનમાં રોકાવા લાયક ટેન્ટ-હોમસ્ટે હશે, જ્યાં ભોજન, ગરમ કપડાં, વાહનો મળશે. કેટલો ખર્ચ… નક્કી કરવાનું બાકી: 2019માં ચીને વિઝા એન્ટ્રી ફી 100 ડૉલર લીધી હતી. હાલ આ નક્કી કરાઇ નથી. કેએમવીએમનું પેકેજ પણ નક્કી કરવાનું છે. અત્યારે નેપાળથી યાત્રા કરો તો રૂ. 1.84 લાખ. ચીન-કાઠમંડુની ફી અને રૂ. 24 હજાર પોર્ટરના અલગથી લાગે છે. લિપુલેખના રસ્તાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ…
ભારતમાં કૈલાશયાત્રાના 3 રસ્તા છે. પહેલો સિક્કિમના નાથુલા પાસથી 802 કિમી લાંબો રૂટ. બીજો લિપુલેખ પાસ. અહીંથી કૈલાશ માત્ર 65 કિમી દૂર છે. ત્રીજો- નેપાળ રૂટ, જે કાઠમંડુથી 400 કિમી દૂર છે. સ્કંદ પુરાણના માનસ ખંડમાં કૂર્માચલ પર્વના 11મા અધ્યાયમાં કૈલાશયાત્રાનો લિપુલેખનો ઉલ્લેખ છે. જેમાં લખ્યું છે કે કૈલાશનો માર્ગ ઉત્તરાખંડની શારદા અને કાલી નદીના કિનારા પાસેથી પસાર થાય છે.