વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમની લવ સ્ટોરી ખૂબ જ પ્રાઈવેટ રાખી છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તેમની પહેલી મુલાકાત ઝોયા અખ્તરના ઘરે થઈ હતી. ફિલ્મ ‘છાવા’ના પ્રમોશન દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યૂમાં, વિકી કૌશલે પત્ની કેટરિના કૈફ સાથેની પહેલી મુલાકાત વિશે એક નવી વાતનો ખુલાસો કર્યો છે. શો હોસ્ટ કરતી વખતે પહેલી વાર મળ્યા હતા
પિંકવિલા સાથે વાત કરતા, એક્ટરે કહ્યું, ‘હું શો હોસ્ટ કરી રહ્યો હતો અને મને લાગે છે કે તે પહેલી વાર હતું જ્યારે હું તેને મળ્યો અને અમે વાત કરી. સ્ટેજ પર તો કાનમાં ઇયરપીસ લાગેલા હોય છે. લોકો પાછળથી માર્ગદર્શન આપતા રહે છે, આમ કરો, તેમ કરો. બધું સ્ક્રિપ્ટેડ છે. પણ આ પહેલી વાર હતું જ્યારે અમે બેકસ્ટેજ ઔપચારિક રીતે એકબીજાનો પરિચય આપ્યો. જ્યારે વિક્કીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તે કેટરીનાને એ સમયે નર્વસ હતો? ‘છાવા’ ના એક્ટરે હસીને કહ્યું, ‘ના, હું શા માટે નર્વસ હોવ? તે ખૂબ જ ખાસ મેમરી છે. મને ખબર નહોતી કે તે મને ઓળખે છે કે નહીં, પણ તે ખરેખર સ્વીટ મૂવમેન્ટ હતી. પહેલી વાર અમે કેમેરા સામે વાત કરી
કેટરિનાને મળવા વિશે વિકી આગળ કહે છે- શરૂઆતમાં થોડા સમય માટે કંઈ પ્લાનિંગ નહોતું. અમારે મળવાનો કે વાત કરવાનો કોઈ પ્લાન નહોતો. અમે પહેલી વાર એકબીજા સાથે વાત કરી તે એક ઇન્ટરવ્યૂ હતો. જ્યાં, બધે કેમેરા ચાલુ હતા. મને લાગે છે કે, કેટલીક વસ્તુઓ ફક્ત બનવા માટે જ હોય છે. ક્યારેક તમને ખ્યાલ આવે છે કે બધી મુશ્કેલીઓ છતાં તે થઈ રહ્યું છે અને તે બન્યું પણ છે. એક પોઈન્ટ પછી અમે પ્રશ્નો પૂછવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દીધું અને કમિટેડ થઈ ગયા. વિકી-કેટરીનાના લગ્ન 2021માં થયા હતા
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા. રાજસ્થાનના માધોપુરના કિલ્લા બરવાડામાં બંનેએ સાત ફેરા લીધા. તેમના લગ્નમાં હલ્દી, મહેંદી, સંગીત, જયમાલા અને સાત ફેરા સહિત તમામ પરંપરાગત વિધિઓ શામેલ હતી. વિકીએ ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સાંસ્કૃતિક તફાવતો હોવા છતાં, કેટરિના પંજાબી ખાવાનું અને પરંપરાઓ અપનાવવાનો પ્રયાસ કરે છે.