ફિલ્મમેકર રાકેશ રોશને ખુલાસો કર્યો છે કે સલમાન અને શાહરુખ ખાન ફિલ્મ ‘કરણ અર્જુન’ના શૂટિંગ દરમિયાન તેમને ખૂબ જ પરેશાન કરતા હતા. જ્યારે રાકેશ રાતે હોટલમાં સૂતો હતો, ત્યારે શાહરુખ અને સલમાન રૂમની બહાર આવીને ફાયરિંગ કરતા હતા. રાકેશ રોશનને એક્ટરના તોફાન પર ખૂબ ગુસ્સો આવતો હતો, પણ તે ફક્ત સમજાવીને મામલો શાંત પાડતા હતા. શાહરુખ અને સલમાન વચ્ચેની મસ્તી વિશે વાત કરતાં રાકેશ રોશને કહ્યું, બંને મસ્તી કરવામાં નંબર 1 હતા. તે બંને નાના હતા અને ઘણી મજાક કરતા હતા. જોકે મને તેની સાથે કામ કરવાની મજા આવી. મને ક્યારેક ગુસ્સો આવતો હતો, પણ હું મારી જાતને કાબૂમાં રાખતો હતો. ક્યારેક બંને મજાક કરવાની લિમિટ ક્રોસ કરી દેતા હતા. પણ હું વિચારતો હતો મારે તેના જેવુ નથી થવુ આ કારણે હું તેની સાથે પિતા જેવો વ્યવહાર કરતો હતો. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. ‘તે બંને મારા રૂમની બહાર ફાયરિંગ કરતા’
રાકેશ રોશને આગળ કહ્યું, બંને ખૂબ મજા કરતા હતા. તેઓ મારા રૂમની બહાર આવતા અને ફાયરિંગ કરતા હતા. હું સૂતો હોઈશ અને મને રૂમની બહારથી અચાનક જોરથી અવાજ સંભળાતો. જ્યારે મેં પૂછ્યું કે તમે શું કરો છો? પછી બંને જવાબ આપતા કે તે મને પરેશાન કરી રહ્યા છે. શાહરુખે કહ્યું હતું- સલમાન અને હું રાકેશજીને ખૂબ ચીડવતા
તાજેતરમાં જ નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી ‘ધ રોશન્સ’ સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં શાહરુખ ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મ ‘કરણ અર્જુન’ના શૂટિંગ દરમિયાન ખૂબ તોફાન કરતા હતા. બાદમાં તેણે રાકેશ રોશન પાસે પોતાના આ બાબતે માફી પણ માગી હતી. શાહરુખે કહ્યું હતું કે, ‘પિંકી (રાકેશ રોશનની પત્ની)જીએ મને ઠપકો આપ્યો હતો. તેણે કહ્યું- તું ગુડ્ડુ (રાકેશ રોશન) ને ખૂબ પરેશાન કરી રહ્યો છે. મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આના પર હું કહેતો હતો- મેં કંઈ કર્યું નથી. આ બધું તે (સલમાન) કરી રહ્યો છે. સાચું કહું તો, સલમાન અને હું બંને ત્યારે બાળક હતા. આ ફિલ્મે 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
1995માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કરણ-અર્જુન’માં સલમાન ખાન, શાહરુખ ખાન, કાજોલ અને મમતા કુલકર્ણી જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. 6 કરોડમાં બનેલી આ ફિલ્મે 43 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના નિર્માતા પણ રાકેશ રોશન જ હતા.