back to top
Homeમનોરંજન'ધ મહેતા બોય્ઝ':પિતા-પુત્રની ઈમોશનલ સ્ટોરી સાથે ખાસ મેસેજ, ડિરેક્ટર તરીકે પણ બોમન...

‘ધ મહેતા બોય્ઝ’:પિતા-પુત્રની ઈમોશનલ સ્ટોરી સાથે ખાસ મેસેજ, ડિરેક્ટર તરીકે પણ બોમન ઈરાનીનું દમદાર ડેબ્યૂ

એક્ટરમાંથી ડિરેક્ટર બનેલા બોમન ઈરાનીની ફિલ્મ ‘ધ મહેતા બોય્ઝ’ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્માણ બોમન ઈરાનીએ પોતે કર્યું છે અને તેમણે એકેડેમી એવોર્ડ વિજેતા એલેક્ઝાન્ડર ડિનલારિસ જુનિયર સાથે મળીને ફિલ્મની સ્ટોરી લખી છે. આ ફિલ્મમાં બોમન ઈરાની ઉપરાંત અવિનાશ તિવારી, શ્રેયા ચૌધરી અને પૂજા સરૂપ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની લંબાઈ 1 કલાક 56 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની સ્ટોરી શું છે?
ફિલ્મની સ્ટોરી પિતા અને પુત્રના ઈમોશનલ સંબંધ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી મુંબઈથી શરૂ થાય છે. આર્કિટેક્ટ અમય મહેતા (અવિનાશ તિવારી)ને ઓફિસ મીટિંગ દરમિયાન તેની માતાના અવસાન વિશે ખબર પડે છે. તે પોતાના ગામ પહોંચે છે. માતાના મૃત્યુ પછી, અમયની બહેન અનુ (પૂજા સરૂપ) તેના પિતા શિવ મહેતા (બોમન ઈરાની)ને તેની સાથે અમેરિકા લઈ જવા માગે છે. સંજોગો એવા બદલાય છે કે અનુને એકલા અમેરિકા જવું પડે છે અને શિવને બે દિવસ મુંબઈમાં અમયના ઘરે રહેવું પડે છે. પિતા-પુત્ર વચ્ચે પરસ્પર મતભેદ ચાલી રહ્યા હોય છે. કેવી રીતે બંનેને સાથે રહેવા માટે મજબૂર કરવામાં આવે છે અને આ સમય દરમિયાન તેઓ પિતા અને પુત્ર વચ્ચેના સંબંધને કેવી રીતે સમજે છે. ફિલ્મની સ્ટોરી આની આસપાસ ફરે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
જો તમે જુઓ તો, આ ફિલ્મનો અસલી હીરો બોમન ઈરાની છે. પત્નીના મૃત્યુ પછી તેમણે જે રીતે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં અવિનાશ તિવારીની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી છે. તેમણે પોતાના પાત્રને જે રીતે જીવ્યું છે. આ જોતાં કહી શકાય કે આ ફિલ્મ તેના કરિયર માટે ખૂબ જ ખાસ પાત્ર છે. અમયની ગર્લફ્રેન્ડ ઝોયાની ભૂમિકા ભજવતી શ્રેયા ચૌધરીએ તેના પાત્રને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. પૂજા સરૂપ નાના સીનમાં પણ પ્રભાવશાળી લાગે છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
ડિરેક્ટર તરીકે બોમન ઈરાનીની આ પહેલી ફિલ્મ છે. જે રીતે તેમણે ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચેના ભાવનાત્મક સંબંધને વણ્યો છે. તે ખરેખર વખાણને લાયક છે. આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને પક્ડીને રાખે છે. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
આ ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જેની ચર્ચા કરવાની જરૂર હોય. ફિલ્મની સ્ટોરી જે રીતે આગળ વધે છે તે જોતાં એવું લાગે છે કે તેમાં કોઈ ખાસ ગીતની જરૂર જ નથી. અંતિમ નિર્ણય, ફિલ્મ ​​​​​​જોવી કે નહીં
આ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ. આ માત્ર ફિલ્મ નથી, પણ માનવ સંબંધોની સ્ટોરી છે. જે દરેક વ્યક્તિ માટે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments