શુક્રવારે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પીઠની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ આગામી 24 કલાકમાં આવશે. આ પછી, સેન્ટર ઓફ એક્સેલન્સના નિષ્ણાતો પોતાનો રિપોર્ટ અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિને મોકલશે. બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં તે આ રિપોર્ટ પર નિર્ભર રહેશે. હાલમાં, તે ટીમમાં સામેલ છે. TOI અનુસાર, રિપોર્ટ આવ્યા પછી, ન્યૂઝીલેન્ડના ડોક્ટર રોવાન સ્કાઉટેનનો પણ અભિપ્રાય લઈ શકાય છે. જાન્યુઆરીમાં જ્યારે બુમરાહનું પહેલું સ્કેન થયું હતું, ત્યારે રિપોર્ટ ડૉ. સ્કાઉટેનની સાથે શેર કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ તેમને જાણ કરવામાં આવે તેવી શક્યતા છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સિરીઝ માટે બુમરાહની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જોકે, સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા, વરુણ ચક્રવર્તીને તેના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની જાહેરાત 18 જાન્યુઆરીએ કરવામાં આવી હતી
ભારતની પસંદગી સમિતિએ 18 જાન્યુઆરીના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયેલા જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પસંદગી સમિતિએ બુમરાહના બેકઅપ તરીકે અર્શદીપ સિંહને રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો
ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો. તેને પીઠની તકલીફ હતી. આ કારણે, તેને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે પણ આરામ આપવામાં આવ્યો હતો. જોકે, 12 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે માટે તેની પસંદગી કરવામાં આવી છે. ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમની બીજો મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે હશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રૂપ-A માં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બે સેમિફાઈનલ 4 અને 5 માર્ચના રોજ રમાશે. ફાઈનલ 9 માર્ચે રમાશે.