back to top
Homeમનોરંજનમલયાલી ડિરેક્ટર સાજિયાન પરિયોલને સુપ્રીમ કોર્ટનો ઝટકો:હેમા કમિટી રિપોર્ટ કેસમાં કેરળ હાઈકોર્ટના...

મલયાલી ડિરેક્ટર સાજિયાન પરિયોલને સુપ્રીમ કોર્ટનો ઝટકો:હેમા કમિટી રિપોર્ટ કેસમાં કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ અરજી ફગાવી દેવાઈ

ગયા વર્ષે, હેમા કમિટીનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં મલયાલમ સિનેમા સાથે સંકળાયેલી ઘણી મહિલાઓએ જાતીય શોષણની ફરિયાદ કરી હતી. કમિટીનો અહેવાલ જાહેર થયા પછી, કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે હેમા કમિટીમાં આપેલા નિવેદનોના આધારે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. તાજેતરમાં, મલયાલમ દિગ્દર્શક સાજીમોન પરાયિલે બે એક્ટર સાથે મળીને કેરળ હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે, તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કેરળ હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરશે નહીં. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ કોગ્નિઝેબલ ગુનાની માહિતી મળે છે, તો પોલીસ અધિકારીએ કાયદા મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે. બેન્ચે એમ પણ કહ્યું કે તે કેરળ હાઈકોર્ટની વિરુદ્ધ જશે નહીં અને પોલીસ તપાસ રોકવા માટે કોઈ આદેશ આપશે નહીં. નિર્માતા સાજીમોન પરાયિલે 14 ઓક્ટોબર, 2024 ના રોજ કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે હેમા કમિટી સમક્ષ આપવામાં આવેલા પીડિતોના નિવેદનોના આધારે કોઈપણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. જ્યારે કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જો કોઈ મહિલા હેમા કમિટી સમક્ષ જાતીય સતામણીની ફરિયાદ કરે છે, તો તેના આધારે આરોપીઓ સામે ભારતીય નાગરિક સંરક્ષણ અધિનિયમની કલમ 173 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને SIT (વિશેષ તપાસ ટીમ) તેની તપાસ કરશે. નોંધનીય છે કે, ડિરેક્ટર સાજીમોન પરાયિલે અગાઉ રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હેમા કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. 19 ઓગસ્ટ, 2024ના રોજ, 295 પાનાનો હેમા કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો. 19 ઓગસ્ટ,2024 ના રોજ, હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે. હેમાએ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસિસ સાથે થતા દુર્વ્યવહાર અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને 295 પાનાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ચાલી રહેલા કાસ્ટિંગ કાઉચ અને જાતીય સતામણી જેવા ગંભીર મુદ્દાઓનો ઉલ્લેખ છે. આ અહેવાલની એક નકલ RTI કાયદા હેઠળ મીડિયાને પણ સોંપવામાં આવી છે. હેમા કમિટી રિપોર્ટ બહાર આવ્યા પછી શું થયું?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments