એસવીએનઆઇટીનો બર્થ ડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સેકેન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટ બોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે, આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઇટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે, જેને બંધ કરાવી હોવાનું કહે છે. હાલમાં અમે આ પ્રથા પર પ્રતિબંધ મૂકાવી દીધો છે
વીડિયો ગત વર્ષનો છે, માર ખાનારા વિદ્યાર્થીએ બર્થ ડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી. હાલમાં આ પ્રથા પર પ્રતિબંધ મૂકાવ્યો છે. > સંજય પટેલ, ડીન કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરતા હોય છે
મને, કોલેજને અને મિત્રોને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. હું જ નહીં કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરી રહ્યા છે. > મારનારો વિદ્યાર્થી તે મારો બાળપણનો મિત્ર છે, કોઈ રેગિંગ નથી થયું
મારનાર મારો બાળપણનો મિત્ર છે. તેઓ મને બર્થ-ડે બમ આપી રહ્યા છે. આ રેગિંગ નથી. જેમણે આ વીડિયો અપલોડ કર્યો છે તેઓ ડિલિટ કરી દે. > માર ખાનાર વિદ્યાર્થી