કોરિયોગ્રાફર ફારાહ ખાને ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ પહેલી વાર મળ્યા ત્યારે તેમણે શિરીષ કુંદરને ગે સમજી લીધો હતો. આ કારણે તે શિરીષને ખૂબ નફરત કરતી હતી. પછી બંને મિત્રો બન્યા અને લગ્ન કરી લીધા. તાજેતરમાં, ફારાહ અર્ચના પૂરણ સિંહના વ્લોગમાં જોવા મળી હતી. જ્યારે અર્ચનાએ ફારાહને શિરીષ સાથેની તેની પહેલી મુલાકાત વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “હું તેને નફરત કરતી હતી. 6 મહિના સુધી મને લાગ્યું કે તે ગે છે.’ આના પર અર્ચનાએ મજાકમાં પૂછ્યું- શું તું હજુ પણ શિરીષને નફરત કરે છે? ફારાહ હસીને બોલી, ‘ના, મને હવે આદત પડી ગઈ છે.’ અણે 20 વર્ષથી સાથે જ રહીએ છીએ. શરૂઆતમાં તો તેને ગુસ્સો આવતો હતો. જ્યારે તે ગુસ્સે થતો ત્યારે તે ચૂપ થઈ જતો અને બોલતો નહિ; આનાથી મને ખૂબ પીડા થતી.’ શિરીષ અને ફરાહે ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું ફારાહ અને શિરીષની મુલાકાત 2000 ની શરૂઆતમાં થઈ હતી. શિરીષ ફારાહની દિગ્દર્શિત ફિલ્મ “મૈં હૂં ના” ના એડિટર હતા. આ પછી, બંનેએ ‘જાન-એ-મન’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘તીસ માર ખાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. થોડા સમય માટે રિલેશનશિપમાં રહ્યા બાદ, ફારાહ અને શિરીષે 2004 માં લગ્ન કર્યા. બંને ત્રણ બાળકોના માતા-પિતા છે. ફારાહ 6 વખત ફિલ્મફેર એવોર્ડ વિજેતા છે. ફારાહ ખાને પોતાની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. આ પછી તેમણે કોરિયોગ્રાફી અને દિગ્દર્શનમાં પોતાની કારકિર્દી બનાવી. તેમણે કોરિયોગ્રાફી માટે 6 વખત ફિલ્મફેર બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો છે. આ પછી, ફારાહે તેની પહેલી ફિલ્મ ‘મૈં હૂં ના’નું દિગ્દર્શન પણ કર્યું, જેમાં શાહરુખ મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને આ ફિલ્મ પછી ફારાહ ટોચની ફિલ્મ ડિરેક્ટર બની ગઈ.