જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ દાવો કર્યો છે કે તેમને અને તેમની માતાને નજરકેદ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ તેમના દરવાજા પર તાળુ મારી દીધુ છે. ઇલ્તિજાએ ઘરના બંધ દરવાજા પરના તાળાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઇલ્તિજાએ નજરકેદનો દાવો કરતા લખ્યું – ચૂંટણી પછી પણ કાશ્મીરમાં કંઈ બદલાયું નથી. હવે પીડિતોના પરિવારોને સાંત્વના આપવી પણ ગુનો માનવામાં આવી રહ્યો છે. ખરેખર, મહેબૂબા (PDP ચીફ) સોપોરમાં વસીમ મીરના પરિવારને મળવા જઈ રહ્યા હતા. આરોપ છે કે સેનાએ વસીમ મીરની હત્યા કરી છે. તેમજ, ઇલ્તિજા માખન દીનના પરિવારને મળવા કઠુઆ જઈ રહ્યા હતા. ઇલ્તિજા દ્વારા શેર કરાયેલી તસવીરો… ઇલ્તિજાની પોસ્ટ… મને અને મારી માતાને નજરકેદ કરવામાં આવ્યા છે. અમારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે તે સોપોર જવાના હતા, જ્યાં વસીમ મીરની સેનાએ ગોળી મારીને હત્યા કરીહતી. હું આજે માખન દીનના પરિવારને મળવા કઠુઆ જવાની હતી. મને બહાર નીકળવાની પણ મંજૂરી નથી. ઇલ્તિજાએ NC સરકારને પૂછ્યું હતું- તમારા મોઢામાં મગ ભર્યા છે? મહેબૂબા મુફ્તીએ એક પોસ્ટમાં લખ્યું હતું – પેરોડીના રહેવાસી 25 વર્ષીય માખન દીનને બિલ્લાવરના SHO દ્વારા ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) હોવાના ખોટા આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેને માર મારવામાં આવ્યો અને ખરાબ રીતે ત્રાસ આપવામાં આવ્યો. તેને બળજબરીથી કબૂલાત કરાવવામાં આવી, જેના પરિણામે તેનું મોત થયું. આ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ બંધ છે. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેમણે કહ્યું કે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટના નિર્દોષ યુવાનોને ખોટા આરોપોમાં ફસાવવાની એક પરેશાન કરનારી પદ્ધતિનો ભાગ લાગે છે. ઇલ્તિજાએ એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે – કુલગામ, બડગામ, ગાંદરબલમાં નાના છોકરાઓને ઉઠાવી જવામાં આવી રહ્યા છે. હું સરકારને પૂછવા માંગુ છું કે શું તે બધા આતંકવાદી છે. તમે બધાને શંકાની નજરે કેમ જોઈ રહ્યા છો? આશ્ચર્યજનક વાત એ છે કે એક પણ મંત્રીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. શું તમારા મોઢામાં મગ ભર્યા છે? ઇલ્તિજાએ પહેલી વાર ચૂંટણી લડી, પણ હારી ગઈ ઇલ્તિજાએ ઓક્ટોબર 2024માં શ્રીગુફવારા-બિજબેહરા બેઠક પરથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ બેઠક મુફ્તી પરિવારનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. જોકે, આ ચૂંટણીમાં ઇલ્તિજાને 9,770 મતોથી હારનો સામનો કરવો પડ્યો. 2019માં, જ્યારે કલમ 370 નાબૂદ થયા બાદ તેમની માતા મહેબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે ઇલ્તિજાએ તેમની મુક્તિ માટે ઝુંબેશ ચલાવી ત્યારે તે હેડલાઇન્સમાં આવી હતી. ઇલ્તિજા મુફ્તી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઇલ્તિજા મુફ્તીએ કહ્યું- હિન્દુત્વ એક રોગ છે: તેણે ભગવાનના નામને કલંકિત કર્યું છે, જય શ્રી રામના નારા લગાવીને લિંચિંગ થઈ રહી છે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે હિન્દુત્વ એક એવો રોગ છે જેણે લાખો ભારતીયોને બીમાર કરી દીધા છે. આ ભગવાનના નામને પણ કલંકિત કરી રહ્યું છે. જય શ્રી રામનો નારા હવે રામ રાજ્ય વિશે નથી. તેનો ઉપયોગ મોબ લિંચિંગ દરમિયાન થાય છે.