દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 37 બેઠકો પર આગળ ચાલી રહી છે. 27 વર્ષના વનવાસ બાદ, દિલ્હીમાં ફરીથી સરકાર બનવાની શક્યતા લગભગ નક્કી છે. ભાજપના ઘણા નેતાઓ જીતી ગયા છે. આમાં પ્રવેશ વર્માનું નામ પણ સામેલ છે. તેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેના વોટ શેરમાં 9% થી વધુનો વધારો કર્યો. તેમજ, AAPને 10%થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળી, પણ તે પોતાનો વોટ શેર 2% વધારવામાં સફળ રહી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી: જીત-જશ્ન અને નિરાશાની તસ્વીરો… Topics: