દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ 27 વર્ષ પછી ફરીથી સત્તામાં આવી રહી છે. ભાજપે વડાપ્રધાન મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી રેકોર્ડ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે આ વર્ષે 8 રાજ્ય – આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી લડી. આમાં 5 રાજ્ય – આંધ્ર, અરુણાચલ, ઓડિશા, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સરકાર બની. સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને SKM વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું, જોકે બંને કેન્દ્રમાં સાથે છે. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને ઝારખંડમાં JMMના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર છે. 2025 એટલે કે દિલ્હીની ચૂંટણીઓ આ વર્ષે જ થઈ છે. અહીં ભાજપની જીત બાદ 19 રાજ્યમાં ભાજપ ગઠબંધનની સરકાર બનશે. દિલ્હીનું પરિણામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી. 19 રાજ્ય, જ્યાં NDAની સરકાર 2018માં, ભાજપ ગઠબંધને ઈન્દિરાના રેકોર્ડની બરાબરી કરી
2018માં ભાજપ ગઠબંધનનો દેશનાં સૌથી વધુ રાજ્યોમાં સરકાર બનાવવાનો રેકોર્ડ હતો. માર્ચ 2018માં NDA ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સરકાર બનાવીને 21 રાજ્યમાં પહોંચી ગયું. આ સાથે NDAએ ઈન્દિરાના શાસનકાળ દરમિયાન કોંગ્રેસના રેકોર્ડની બરાબરી કરી. સ્વતંત્ર ભારતમાં જ્યારે રાજ્યોની ચૂંટણીઓ યોજાઈ રહી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની સાથે 21 રાજ્યમાં શાસન કરી રહી હતી. જો હિમાચલ-ઝારખંડમાં સરકાર હોત તો NDA પોતાના જૂના રેકોર્ડ સુધી પહોંચી ગયું હોત
જો ભાજપ ગઠબંધન હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં ચૂંટણી જીતી ગયું હોત તો તેણે 21 રાજ્યમાં રેકોર્ડ સરકાર બનાવી હોત. આ પોતાનામાં જ એક રેકોર્ડ હોત. 2024માં JMM ગઠબંધને ઝારખંડ વિધાનસભાની 81 બેઠકમાંથી 56 બેઠક જીતી હતી, જ્યારે ભાજપ 21 બેઠક પર સમેટાઈ ગયો હતો તેમજ હિમાચલ પ્રદેશમાં 68 બેઠક પર યોજાયેલી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠક જીતીને સરકાર બનાવી હતી. હવે રાજ્યવાર જાણો ક્યાં-ક્યાં ભાજપ સરકાર છે… ઉત્તર ભારત (દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ, યુપી, ઉત્તરાખંડ) ઉત્તર ભારતમાં હરિયાણા, યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે. ઉત્તર ભારતમાંથી કુલ 818 ધારાસભ્ય ચૂંટાય છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને પંજાબમાં આપની સરકાર છે. દિલ્હી: અંતિમ પરિણામ આવ્યું નથી. ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે. તેઓ 2017માં પહેલીવાર અને 2022માં બીજીવાર યુપીના મુખ્યમંત્રી બન્યા. ત્યારે ભાજપે 403માંથી 222 બેઠક જીતી હતી. યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027માં યોજાશે. ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે. 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 47 બેઠક જીતી હતી. હાલમાં પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી છે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027માં યોજાશે. હરિયાણા: હરિયાણામાં 2024ની લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ હતી. 90 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી હતી. હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં છે. 2024માં જીત મેળવતાં પહેલાં ભાજપે અહીં 2014 અને 2019માં સતત ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની હરિયાણાના 19મા મુખ્યમંત્રી છે. પૂર્વ ભારત (બિહાર, બંગાળ, ઝારખંડ, ઓડિશા)
બિહારમાં ભાજપ ગઠબંધન સરકાર છે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ઝારખંડમાં JMM સરકાર અને ઓડિશામાં ભાજપ સરકાર છે. અહીં કુલ 722 ધારાસભ્યોમાંથી 152 ભાજપના છે, એટલે કે 21%. બિહાર: બિહારમાં 243 બેઠક ધરાવતી NDA સરકાર છે. નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. તેઓ 2015થી સતત બિહારના મુખ્યમંત્રી છે, જોકે નીતિશ પહેલા INDIA ગઠબંધન સાથે હતા. બાદમાં તેઓ એનડીએમાં જોડાયા. ઓડિશા: 2024માં ઓડિશામાં 147 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 78 બેઠક જીતી. ઓડિશાના હાલના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે, જેમણે 12 જૂન 2024ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ગોવા)
મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેના સાથે ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપની પૂર્ણ બહુમતી સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે. આ ત્રણેય રાજ્યમાં 710 ધારાસભ્યોમાંથી 429 ભાજપના છે, એટલે કે 60%. રાજસ્થાન: રાજસ્થાનમાં 2023માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 200માંથી 115 બેઠકો જીતી હતી. ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી છે. તેમણે 15 ડિસેમ્બર 2023ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ લીધા. સ્વતંત્રતા પછી, ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનમાં 6 વખત મુખ્યમંત્રી રહ્યા છે. ગુજરાત: ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2022માં યોજાઈ હતી. ભાજપે 182 બેઠકમાંથી 156 બેઠક જીતી હતી. ભૂપેન્દ્ર પટેલ હાલના મુખ્યમંત્રી છે. 1998થી ગુજરાતમાં સતત ભાજપની સરકાર રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સતત ત્રણ વખત અહીં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં NDA સરકાર છે. 2024માં 288 બેઠક માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠક જીતી હતી. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને 57 બેઠક મળી હતી. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી છે. શિંદે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ગોવા: 40 વિધાનસભા બેઠકો ધરાવતા ગોવામાં પ્રમોદ સાવંત એનડીએના મુખ્યમંત્રી છે. 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 26 બેઠક જીતી હતી. અહીં ભાજપ પાસે એક લોકસભા અને એક રાજ્યસભા બેઠક છે. પ્રમોદ સાવંત સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. મધ્ય ભારત (મધ્યપ્રદેશ, છત્તીસગઢ) મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંનેમાં ભાજપની સરકાર છે. અહીં કુલ 420 ધારાસભ્ય ચૂંટાયા છે, જેમાંથી 217 ભાજપના છે, એટલે કે 51%. મધ્યપ્રદેશ: મોહન યાદવ મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમણે 13 ડિસેમ્બર 2023ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠક જીતી હતી. છત્તીસગઢ: છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંય છે. તેમણે 13 ડિસેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 90 માંથી 54 વિધાનસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 35 બેઠકો જીતી શકી. દક્ષિણ ભારત (આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા) દક્ષિણ ભારતમાં ફક્ત આંધ્રપ્રદેશમાં જ ભાજપની ગઠબંધન સરકાર છે. તામિલનાડુમાં સ્ટાલિનની સરકાર છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. કેરળમાં CPI(M)ની સરકાર છે. આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં NDA સરકાર છે. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. તેમણે 12 જૂન 2024ના રોજ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ 175 માંથી 135 બેઠકો જીતી હતી. પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ+ સરકાર આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે મેઘાલય, સિક્કિમ (રાજ્યમાં અલગ અને કેન્દ્રમાં ગઠબંધન) અને નાગાલેન્ડમાં NDA ગઠબંધન સરકારો છે. હવે આગામી કસોટી બિહાર વિધાનસભાની ચૂંટણીની છે બિહાર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બર 2025 સુધી છે. એ પહેલાં ત્યાં ચૂંટણીઓ યોજાશે. 243 વિધાનસભા બેઠકોમાંથી આરજેડી પાસે 79, ભાજપ પાસે 78, જેડીયુ પાસે 45, કોંગ્રેસ પાસે 19, સીપીઆઈ(એમએલ) પાસે 12, એચએએમ પાર્ટી પાસે 4, સીપીઆઈ પાસે 2, સીપીએમ પાસે 2, એઆઈએમઆઈએમ પાસે 1 અને બે અપક્ષ ધારાસભ્યો છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન ઘણા ધારાસભ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, પરંતુ અત્યારસુધી ફક્ત JDUના બીમા ભારતીનું સભ્યપદ જતું રહ્યું છે. તેમણે પૂર્ણિયાથી આરજેડીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવ સામે હારી ગયા હતા. આ સંદર્ભમાં, JDU ધારાસભ્યોની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો મુરારિ ગૌતમ અને સિદ્ધાર્થ સૌરવ ભાજપ છાવણીમાં જોડાયા. આરજેડીના 5 ધારાસભ્યમાંથી 2 ભાજપમાં અને 3 જેડીયુમાં ગયા છે. બિહારમાં લોકસભા ચૂંટણીમાં NDAએ 30 બેઠક જીતી હતી. 2024માં બિહારની 40 લોકસભા બેઠકોમાંથી NDAને 30 બેઠક મળી હતી, જ્યારે INDIA ગઠબંધનને 9 બેઠક મળી. 14 વર્ષ પછી, પપ્પુ યાદવ પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા. 35 વર્ષ પછી CPI(ML)એ બિહારમાં પોતાનું ખાતું ખોલ્યું. ગઈ ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસને 2 બેઠકનો ફાયદો થયો હતો. આરજેડીએ વાપસી કરી અને 4 બેઠક જીતી. 2019ની ચૂંટણીની સરખામણીમાં NDAએ 9 બેઠકનું નુકસાન થયું. Topics: