1990ના દાયકામાં મમતા કુલકર્ણી અને અમીષા પટેલ વચ્ચે ઝઘડો થયો હતો. અમિષાનો આરોપ છે કે વિવાદ વધ્યા પછી મમતાએ ગુસ્સામાં પૂછ્યું કે, તારી ઓકાત શું છે? મારી ફી 15 લાખ છે અને તારી માત્ર 1 લાખ છે. હવે મમતા કુલકર્ણીએ અમીષાના આ આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે એ વાત સાચી છે કે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. પણ મેં મારા સ્ટેટસ વિશે કોઈ નિવેદન આપ્યું નથી. શું હતો આખો મામલો?
તાજેતરમાં મમતા કુલકર્ણી રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં આવી હતી. શોના હોસ્ટે તેમને પૂછ્યું કે શું તમારી અને અમીષા પટેલ વચ્ચે કોઈ ઝઘડો થયો છે? આના પર મમતાએ કહ્યું, ‘હા, આવું થયું હતું.’ અમે એડ ફિલ્મના શૂટિંગ માટે ચારથી પાંચ દિવસ એક જ જગ્યાએ હતા. શૂટિંગ પછી એક દિવસ, બધા રાત્રે જમવા માટે ભેગા થયા. ફૂડ બુફેમાં માત્ર નોન-વેજની જ વાનગી હતી.કોઈ વાનગીનું પૂરું નામ લખેલું નહોતું. જોકે, મેં તે વાનગી ખાવા માટે લીધી. જ્યારે મેં તે વાનગી ખાધી, ત્યારે તેને ચાવવામાં ખૂબ મુશ્કેલ પડી રહી હતી. શ્રી બજાજ મારી બાજુમાં બેઠા હતા. મેં તેને પૂછ્યું કે આ કેવું નોનવેજ છે જે હું ચાવી પણ નથી શકતી. તેણે કહ્યું કે તે હરણનું માંસ છે. આના પર મેં રિક્વેસ્ટ કરતાં કહ્યું કે દરેક વાનગીની આગળ તેનું નામ ચોક્કસથી લખવું જોઈએ, કારણ કે આપણે સામાન્ય રીતે ફક્ત ચિકન, માછલી અથવા મટન જ ખાતાં હોય, હરણનું માંસ કોણ ખાય છે? ત્યારે ત્યાં હાજર અમીષા પટેલે કહ્યું- આ હિરોઈનોનાં એટલા નખરાં હોય છે ને. આ લોકોને દરેક મુદ્દા પર પહાડ બનાવવાની આદત હોય છે. હું તે સમયે અમીષાને ઓળખતી નહોતી. તે આ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. મને થયું કે અમારી વચ્ચે વાત કરનારી તે કોણ છે? હું તેની સાથે વાત પણ કરતી ન હતી. મેં બસ તેની સામે જોયું. પણ મારી સેક્રેટરીએ તેને કહ્યું – તું કોણ છે દખલ કરનારી? ઔકાત વિશેના નિવેદનને એક્ટ્રેસે વખોડી કાઢ્યું
પછી શોના હોસ્ટે મમતાને પૂછ્યું- તો તમે ગુસ્સામાં કહ્યું કે તમારી ઓકાત શું છે? મારી ફી 15 લાખ રૂપિયા છે અને તમારી 1 લાખ રૂપિયા છે. આ અંગે મમતાએ કહ્યું, મેં આવું નિવેદન આપ્યું નથી. જોકે એ સાચું છે કે મારી સેક્રેટરી અને અમીષા વચ્ચે થોડી દલીલ થઈ હતી.