back to top
Homeમનોરંજનહુમલા બાદ તૈમૂરે સૈફને પૂછ્યું, શું તમે મરી જવાના છો?:જેહે પિતાને આપી...

હુમલા બાદ તૈમૂરે સૈફને પૂછ્યું, શું તમે મરી જવાના છો?:જેહે પિતાને આપી પ્લાસ્ટિકની તલવાર, એક્ટરે પહેલી વાર જણાવ્યું ધટનાની રાતે શું થયું હતું

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તાજેતરમાં તેમના પર થયેલા હુમલાને કારણે સમાચારમાં છે. શરીફુલ ઇસ્લામ નામના બાંગ્લાદેશી વ્યક્તિએ તેના ઘરમાં ઘૂસીને તેના પર છરીઓથી હુમલો કર્યો, ત્યારબાદ સૈફને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને જણાવ્યું કે હુમલા દરમિયાન અને પછી તેમના બાળકોના કેવા રિએક્શન હતા. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને બે પુત્રો છે. મોટા દીકરાનું નામ તૈમૂર અલી ખાન અને નાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન (જેહ) છે. હુમલા સમયે બંને બાળકો ઘરે હાજર હતા અને હુમલાખોર શરીફુલને સૌપ્રથમ નાના દીકરા જેહના રૂમમાં જોવા મળ્યો હતો. તૈમૂરે સૈફને પૂછ્યું, શું તમે મરી જવાનો છો?
સૈફ અલી ખાને જણાવ્યું કે જ્યારે તેની અને હુમલાખોર વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારે જેહ જાગી ગયો અને તેણે પણ આખું દ્રશ્ય જોયું. જોકે, તેણે કહ્યું કે ઘટનાનું સ્પષ્ટ વર્ણન કરી શકતો નથી કારણ કે તે હુમલાખોર સાથે લડવામાં વ્યસ્ત હતા. સૈફ અલી ખાને જણાવ્યું કે હુમલા બાદ તેને પીઠમાં દુખાવો થઈ રહ્યો હતો. એક્ટરે જણાવ્યું કે મારી લોહીથી લથપથ હાલત જોયા બાદ, તૈમૂરે મને પૂછ્યું- શું તમે મરી જવાના છો? મેં કહ્યું- ના. જેહે પિતાને આપી પ્લાસ્ટિકની તલવાર
સૈફે એ પણ ખુલાસો કર્યો કે તેનો આઠ વર્ષનો પુત્ર તૈમૂર તેની સાથે હોસ્પિટલમાં કેમ ગયો હતો. સૈફે કહ્યું, તૈમૂર ખૂબ જ શાંત હતો. તેણે કહ્યું, હું તમારી સાથે આવું છું અને મેં વિચાર્યું કે જો કંઈક થાય, તો તે સમયે તેને જોવાથી મને ખૂબ જ આરામ મળી રહ્યો હતો. અને હું એકલો જવા માગતો ન હતો. જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે તેમના પરિવારે આ સમગ્ર મામલા પર કેવી પ્રતિક્રિયા આપી, ત્યારે એક્ટરે કહ્યું, ભગવાનનો આભાર કે બાળકો ઠીક છે. હુમલા પછી જેહે મને પ્લાસ્ટિકની તલવાર આપી છે અને કહ્યું છે કે – હવે ક્યારેય ચોર આવે ત્યારે તમે આ તમારા બેડ પાસે રાખજો. તે કહે છે કે ગીતાએ (ઘરની હેલ્પર) અબ્બાને બચાવ્યા અને અબ્બાએ મને બચાવ્યો. ‘કરીનાએ ખૂબ જ બહાદુરીથી આખો મામલો સંભાળ્યો’
સૈફ અલી ખાને જણાવ્યું કે હવે તેનો મોટો દીકરો તૈમૂર સુરક્ષાને લઈને થોડો ચિંતિત છે. સારા અને ઇબ્રાહિમ સામાન્ય કરતા વધારે જ ભાવુક થઈ ગયાં હતાં. તે પણ ત્યાં હતા અને તેણે મારી સાથે ઘણો સમય વિતાવ્યો. હું બધાનો ખૂબ આભારી છું, આખો પરિવાર એક સાથે આવ્યો હતો, પરંતુ સ્વાભાવિક રીતે તે બધા માટે આઘાતજનક હતું. એક્ટરે જણાવ્યું કે કરીના કપૂર ખાને આખો મામલો ખૂબ જ હિંમતથી સંભાળ્યો અને ખાતરી આપી કે આવું ફરી ક્યારેય ન બને. સૈફ હુમલા કેસ પર અપડેટ
સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શહજાદના ફિંગરપ્રિન્ટ્સ મેચ થઈ ગયા છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીઓના ફિંગરપ્રિન્ટના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે કેટલાક ફિંગરપ્રિન્ટ્સ મેચ થયા છે. જોકે, પોલીસ હાલમાં અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટના સંબંધિત 4 નિવેદનો વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments