back to top
Homeબિઝનેસવર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા માટે અદાણી ગ્રુપનો નિર્ણય:અમદાવાદ-મુંબઈમાં 1000 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ...

વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા માટે અદાણી ગ્રુપનો નિર્ણય:અમદાવાદ-મુંબઈમાં 1000 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવશે, માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ

અદાણી ગ્રુપે સસ્તી અને વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટી લોન્ચ કર્યું છે. અમેરિકાની માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ કરી બિન નફાકારક હેલ્થકેર ફેસિલિટી ઉભી કરશે. જે અંતર્ગત સૌથી પહેલા અમદાવાદ અને મુંબઈમાં 1000 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને કોલેજ બનાવશે. ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસ બનાવવા 6000 કરોડનું દાન કરશે
ગૌતમ અદાણીની સોશિયલ ફિલોસોફી રહી છે કે, સેવા સાધના છે, સેવા પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે. અદાણી ફેમિલીએ દેશભરમાં એફોર્ડેબલ વર્લ્ડ ક્લાસ મેડિકલ કેર અન મેડિકલ એજ્યુકેશન પ્રોવાઇડ કરવા આ નિર્ણય કર્યો છે. જેને લઈ અમદાવાદ અને મુંબઈમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસ બનાવવા 6000 કરોડનું દાન કરશે. ગૌતમ અદાણીની યોજના શહેરો અને નગરોમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ સિટી બનાવવાની યોજના છે. રિસર્ચ સહિતની સુવિધાઓ ઉભી કરાશે
અદાણી હેલ્થ સિટી અંતર્ગત 1000 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ બનાવવામાં આવશે. જેમાં 150 અંડરગ્રેજ્યુએટ્સ તથા 80થી વધુ રેસિડન્ટ અને 40થી વધુ ફેલોને એડમિશન અપાશે. જેમાં રિસર્ચ સહિતની અનેક સુવિધાઓ હશે. હેલ્થકેર સુવિધાની ક્વોલિટી સુધારવા માયો ક્લિનિક માર્ગદર્શન પૂરું પાડશે
અદાણી હેલ્થ સિટીનો ધ્યેય તમામ વર્ગના લોકોને મેડિકલ તથા ડોક્ટર્સની ભાવિ પેઢીને ટ્રેનિંગ, ક્લિનિકલ રિસર્ચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ સેવા પૂરી પાડવાનો છે.આ કામ માટે અદાણી ગ્રુપ અમેરિકાની માયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગની પણ મદદ લેશે. માયો ક્લિનિક હેલ્થકેર ક્વોલિટી વધારવા માટે ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા એક્સપર્ટ માર્ગદર્શન પણ પૂરા પાડશે. અદાણીને 60માં જન્મ દિવસે ફેમિલિએ આપેલી 60 હજાર કરોડની ગિફ્ટનો પહેલો પ્રોજેક્ટ
આ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા મારા 60માં જન્મદિને મને ગિફ્ટ આપવા માટે પરિવારે હેલ્થકેર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો હતો.અદાણી હેલ્થ સિટી અનેક મોટા પ્રોજેક્ટ્સમાનો પહેલો પ્રોજેક્ટ છે. મને આશા છે કે, માયો ક્લિનિક સાથેની અમારી ભાગીદારી વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ બિન નફાકારક મેડિકલ ગ્રુપ પ્રેક્ટિસ દેશના હેલ્થકેર સ્ટાન્ડર્ડને સુધારવામાં મદદ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments