વરિયાવ-છાપરાભાઠા ખાતે બે વર્ષના કેદારનું ગટરમાં પડી જવાથી મોત કેસમાં ધરપકડની બીકે પાલિકાના અધિકારીનું સસ્પેન્શન સોમવારે મોડી સાંજે રોકી દેવાયું હતુ. જે ચાર અધિકારીને શો-કોઝ અપાઈ હતી તેમાંથી સૌથી જુનિયર અધિકારી સુપરવાઈઝર ચેતન રાણાને બપોર બાદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસની સમગ્ર તપાસ પાલિકાની કાર્યવાહી પર નિર્ભર હોવાના કારણે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તો તાત્કાલિક ધરપકડ થઈ જવાની બીકે પાલિકાએ સ્સપેન્ડ કરવાની પ્રક્રિયા અટકાવી દીધી હતી અને મંગળવારે સ્ટ્ર્ેટજી નક્કી કર્યા બાદ સસ્પેન્ડ કરાશે. જોકે, સમગ્ર ઘટનામાં નાના અધિકારીઓને જ જેલ થાય તેવો ખેલ કરાઈ રહ્યો છે. રાંદેર ઝોનના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીને નોટિસ સુધ્ધાં આપવામાં આવી નથી. સોમવારે પોલીસ ઝોન ઓફિસ પહોંચી ત્યારે ઘર્મેશ મિસ્ત્રી કે કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ હાજર જ રહ્યાં ન હતા. ધર્મેશ મિસ્ત્રી સામે પગલાં લેવાઈ નહીં તે માટે ભાજપના એક નેતા સુધી પણ પહોંચ્યા હતા. તેજસ પટેલને પણ ધરપકડથી બચાવવા માટે કારસો ઘડાઈ રહ્યો હોવાનું સુત્રોનું કહેવું છે. સૌથી જૂનિયર ચેતન રાણાને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો, પાલિકાની જે કાર્યવાહી હશે તેના આધારે પોલીસ ધરપકડ કરશે