back to top
Homeબિઝનેસબેન્ક અને એનબીએફસીને નાણામંત્રીની ચેતવણી:ગોલ્ડ લોનની હરાજીના નિયમ ઉલ્લંઘન બદલ બેન્ક-NBFC પર...

બેન્ક અને એનબીએફસીને નાણામંત્રીની ચેતવણી:ગોલ્ડ લોનની હરાજીના નિયમ ઉલ્લંઘન બદલ બેન્ક-NBFC પર કાર્યવાહી થશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જો બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાને ત્યાં ગિરવે રાખેલા સોનાની હરાજીમાં RBIના નિયમોનું પાલન નહીં કરે તો તેઓની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. RBIના નિર્દેશ અનુસાર ગિરવે મૂકેલા સોનાની નિયમિત તપાસ, આકલન અને ઑડિટ કરવામાં આવે. સોનાની શુદ્ધતાની તપાસ માટે એસિડ ટેસ્ટ, એક્સ-રે ફ્લોરોસંસ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. સુરક્ષા માટે સીસીટીવી મારફતે મોનિટરિંગ કરવું જરૂરી છે. દેશમાં સોનું ગિરવે રાખીને લોન લેવામાં (ગોલ્ડ લોન) અણધાર્યો વધારો જોવા મળ્યો છે. બેન્કનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો ચાલુ નાણાવર્ષના ડિસેમ્બર સુધી દર વર્ષે 71.3% વધી 1.72 લાખ કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા ગોલ્ડ લોનમાં માત્ર 17% વૃદ્ધિ થઇ હતી. સોનાની વધતી કિંમતો વચ્ચે લોન ડિફોલ્ટ પણ વધી રહ્યું છે. તેને કારણે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક અને નૉન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓની એનપીએમાં પણ વધારો થયો છે. RBI અનુસાર ગિરવે રખાયેલા સોનાની હરાજીના નિયમો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments