સાઉથ સુપરસ્ટાર અજિત કુમારનો પોર્ટુગલમાં અકસ્માત થયો છે. જોકે, તેને કોઈ ઈજા થઈ નથી. આ ઘટનાની માહિતી અજીતે પોતે આપી છે. અજિત એક મોટર સ્પોર્ટ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન, રેસિંગ ટ્રેક પર તેની કારનો અકસ્માત થયો. ‘અકસ્માત નાનો હતો, કોઈને નુકસાન થયું નથી’
એક ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અજિતે કહ્યું, અમે ફરીથી સારો સમય વિતાવી રહ્યા છીએ. અમારો એક નાનો અકસ્માત થયો. સદનસીબે કોઈને કંઈ થયું નહીં. અમે ફરી કાર રેસ જીતીશું અને આપણું ગૌરવ સ્થાપિત કરીશું. અકસ્માત દરમિયાન અમને સાથ આપનારા અમારા મિત્રોનો અમે આભાર માનવા માગીએ છીએ. ગયા મહિને પણ એક અકસ્માત થયો હતો, હું માંડ માંડ બચ્યો
આ વર્ષે આ બીજી વખત છે જ્યારે અજિત અકસ્માતનો ભોગ બન્યો છે. ગયા મહિને 8 જાન્યુઆરીએ, અજીતનો દુબઈમાં અકસ્માત થયો હતો. ત્યારે પણ તેને કોઈ ઈજા થઈ ન હતી. તે 24H દુબઈ 2025 કાર રેસિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે દુબઈમાં હતો. જેના માટે એક્ટરે છ કલાક લાંબો પ્રેક્ટિસ સેશન કર્યો હતો. પ્રેક્ટિસ સેશસનમાં સમાપ્ત થાય તેની થોડી મિનિટો પહેલા જ અજિતની પોર્શ કાર બેરિયર સાથે ખરાબ રીતે અથડાઈ ગઈ. અજીત કુમારના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં, અજિતની કારે અચાનક કાબુ ગુમાવ્યો અને ટ્રેક પર ખરાબ રાતે અથડાય. આ પછી તરત જ, અજિતને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો. અજિતની ફિલ્મે ભારતમાં ચાર દિવસમાં 62 કરોડ રૂપિયાની કમાણી કરી
6 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી અજિત કુમારની ફિલ્મ ‘વિદામુયાર્ચી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 62 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે કુલ કમાણીમાં 122 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં, અજિત તેની આગામી ફિલ્મ ‘ગુડ બેડ અગ્લી’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ અધિક રવિચંદ્રન દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.