પ્રભાસ પાટણ પોલીસે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જ આઈજીપી નિલેષ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ, પોલીસ કોન્સ્ટેબલ પીયુષભાઈ અને રાજેશભાઈને મળેલી બાતમીના આધારે ચારા માર્કેટ નજીક જૂની ફોરેસ્ટ ઓફિસની બાજુમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સલીમ ગોહેલ (ઉ.વ.45), સાદિક ભાદરકા (ઉ.વ.35), રફીક ગોહેલ (ઉ.વ.31), યુનુસ જેઠવા (ઉ.વ.36), યાસીન ગઢીયા (ઉ.વ.28), હારૂન ગઢીયા (ઉ.વ.52) અને જમાલ કાલવાત (ઉ.વ.40)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂ.15,200 અને જુગારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી એએસઆઈ એચ.આર. ઝાલા આગળની તપાસ કરી રહ્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલની સૂચના મુજબ એએસઆઈ હિરેનભાઈ સહિત 10થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમ સામેલ હતી.