શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામેની 2 વન-ડે મેચની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ડાબા હાથના પેસ બોલિંગ ઓલરાઉન્ડર ચામિંડા વિક્રમસિંઘે ઈજાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. 16 સભ્યોની ટીમનું નેતૃત્વ ચારિથ અસલંકા કરશે. સિરીઝની પહેલી મેચ 12 ફેબ્રુઆરીએ અને બીજી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. બંને મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. શ્રીલંકા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટનો ભાગ છે, તેથી આ સિરીઝ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિશાંકા અને મેન્ડિસ પણ ટીમમાં સામેલ
શ્રીલંકાએ 2 વન-ડે માટે એક મજબૂત ટીમની જાહેરાત કરી. અસલંકાની કેપ્ટનશિપ હેઠળ, ટીમ પાસે પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસ જેવા અનુભવી બેટર્સની સાથે નિશાન મદુષ્કા અને નુવાનિદુ ફર્નાન્ડો પણ છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં મેન્ડિસે બે ફિફ્ટી ફટકારી હતી. 4 સ્પિનર અને 4 પેસર પણ સામેલ
શ્રીલંકાએ પણ ટીમમાં 4 સ્પિનરો અને 4 પેસરોને સ્થાન આપ્યું છે. વાનિન્દુ હસરંગા અને મહિશ થિક્સાના સ્પિન વિભાગનું નેતૃત્વ કરશે, જેને જેફરી વાન્ડરસે અને ડુનિથ વેલ્લાલાગે ટેકો આપશે. ટીમમાં 4 ઝડપી બોલરો અસિતા ફર્નાન્ડો, લાહિરુ કુમારા, ઇશાન મલિંગા અને મોહમ્મદ સિરાજ છે. વન-ડે સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), નિશાન મદુષ્કા, નુવાનિદુ ફર્નાન્ડો, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, વાનિન્દુ હસરંગા, જાનિથ લિયાનાગે, કામિન્દુ મેન્ડિસ, અસિતા ફર્નાન્ડો, લાહિરુ કુમારા, ઇશાન મલિંગા, મોહમ્મદ શિરાઝ, મહિશ થિક્સાના, જેફરી વાન્ડરસે અને દુનિથ વેલ્લાલાગે. સ્મિથ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બની શકે છે
ઓસ્ટ્રેલિયાએ પોતાની વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઇજાગ્રસ્ત પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરી શકે છે. ટીમ પાસે ટ્રેવિસ હેડને કેપ્ટનશીપ આપવાનો વિકલ્પ પણ છે. જોશ હેઝલવુડ અને મિચેલ માર્શ પણ ટીમમાં નથી. ઓસ્ટ્રેલિયા વન-ડે ટીમ
સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેગાર્ક, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્નસ લાબુશેન, મેથ્યુ શોર્ટ, સીન એબોટ, કૂપર કોનોલી, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, સ્પેન્સર જોહ્ન્સન, તનવીર સંઘા અને મિચેલ સ્ટાર્ક.